મંદિરમાં લગ્ન કર્યા અને બાદમાં તેના જ બે ભાઈ અને મૌલાના પાસે દુષ્કર્મ આચર્યો, સાસુ પણ બહારના લોકોને લઈને આવતી અને… Gujarat Trend Team, April 26, 2022 ગ્વાલિયરમાં એક લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મુસ્લિમ યુવકે પોતાનો ધર્મ છુપાવી અને હિન્દુ યુવતી સાથે મંદિરમાં લગ્ન કરી લીધા. પછી પોતાના બે ભાઈ અને મૌલાના પાસે તેનો રેપ કરાવ્યો. યુવતીનો એવો આરોપ છે કે બે વખત તેનો ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો છે. છ મહિના સુધી બંધક બનાવી અને જાનવરોની જેમ વર્તન કરતા રહ્યા હતા. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ પર કેસ ફાઈલ કરી દીધો છે. આ આરોપી ઈમરાન ખાન છે, જેને પોતાની ઓળખ રાજુ તરીકે આપેલી હતી અને લગ્ન કર્યા હતા. આ મામલે પ્રશાસને કાર્યવાહી કરી અને આરોપીનો ડબરા સ્થિત મકાનનો ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યુ છે. ૨૨ વર્ષની આ પીડિતા ડબરા જંગીપુરાની રહેવાસી છે. તેને પોલીસને એવું જણાવ્યું કે આરોપી જાન્યુઆરી ૨૦૨૧માં તેને એક કાર્યક્રમમાં મળ્યો હતો. તેને પોતાનું નામ રાજુ જાટવ એવું જણાવ્યું હતું. અમારા વચ્ચે પહેલા મિત્રતા બંધાઈ હતી. ૧૫ જૂન, ૨૦૨૧નાં રોજ ગ્વાલિયરથી ઈમરાન તેને ગાડીમાં ડબરા ફરવા માટે લઈ ગયો. જ્યાં કોલ્ડડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવીને તેની સાથે રેપ કર્યો હતો. તે ગર્ભવતી થઈ ગઈ હતી તો પીડિતાએ પોતાની મમ્મી સુગ્ગાબાઈ સાથે મુલાકાત કરાવી હતી. તેની માતાએ બદનામીનું જણાવીને મારો ગર્ભપાત કરાવ્યો હતો. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૧નાં રોજ મંદિરમાં હિન્દુ રીતરિવાજથી ઈમરાને લગ્ન કર્યા હતા. ગ્વાલિયરના સિટી સેન્ટરની એક હોટલમાં લગ્નની પાર્ટી પણ આપેલી હતી. યુવતીએ પોલીસને જણાવ્યું કે લગ્ન પછી તે સાસરે ગઈ, તો તેને આરોપીઓ મુસ્લિમ છે તેવી ખબર પડી ગઈ હતી. ઈમરાન અને તેમના ભાઈ પુન્ની તેમજ મૌલાના તેની સાથે રેપ કર્યો હતો. ત્રણેય ભાઈઓ તેનો રેપ કરી રહ્યા હતા. મૌલાના ઓસામા ખાને પણ તેની પર રેપ કર્યો હતો. મૌલાનાએ તેને કહ્યું હિન્દુ રીતરિવાજ મુજબ થયેલા લગ્ન તેમના ધર્મમાં માન્ય નથી, તેથી મુસ્લિમ રીતરિવાજથી તેને લગ્ન કરવા પડશે. તેના નિકાહ પણ કરાવી દીધા હતા. જે બાદ તેનો રેપ પણ કર્યો હતો. પતિ રૂમની બહાર જ ઊભો રહ્યો હતો. સાસુ પણ બહારના લોકોને ઘરે લઈ આવતી હતી અને તેનો રેપ પણ કરાવતી હતી. પીડિતાના જણાવ્યા પ્રમાણે આરોપી તેને બંધક બનાવીને રાખતો હતો. તેને માત્ર બાથરુમ જવા માટે જ રૂમમાંથી નીકળવાની છૂટ હતી. તે બીજી વખત ગર્ભવતી થઈ ગઈ તો તેની સાસુએ તેને સીઢીઓ પરથી ધક્કો મારી દીધો હતો, જેના કારણે તેને બીજી વખત ગર્ભપાત કરાવવો પડ્યો હતો. ૨૦ એપ્રિલે હંમેશાની જેમ દેવર પુન્ની ખાન તેના રૂમમાં આવ્યો હતો. રેપ કર્યા બાદ તે રૂમ બંધ કર્યા વગર જ જતો રહ્યો. જેનો લાભ લઈને પીડિતા ભાગીને સીધી જ પોલીસ પાસે પહોંચી ગઈ હતી. લવ જેહાદના મામલે ડબરા પ્રશાસને સોમવારના રોજ આરોપીઓના ગેરકાયદે કબજા પર કાર્યવાહી કરી હતી. મોટી સંખ્યામાં પોલીસ દળ રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે સાંકડી ગલીઓને કારણે ત્યાં બુલડોઝર ન પહોંચી શક્યું હતું, જે બાદ હથોડાથી ગેરકાયદે ભાગ તોડવામાં આવ્યો હતો. આ અંગે અધિકારી પ્રદીપ કુમાર શર્માએ એવું જણાવ્યું હતું કે આરોપીનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું. ગલીમાં બુલડોઝર ન જવાથી નિગમના કર્મચારીઓએ તેને હથોડાથી તોડ્યું હતું. સમાચાર