સમાચાર

પર્સનલ ટ્રેનર બન્યો પ્રેમિકાઓ પાછળ પાગલ પત્નીને આપતો પીડા

આ વાત અમદાવાદના એક જીમ ટ્રેનરની છે. જે પોતાની પ્રેમિકાઓ પાછળ પોતાનો આખોયે પગાર ખર્ચી નાંખતો જ્યારે તેની પત્નીને પાઇ પાઇ માટે મોહતાજ બનાવતો. આ અંગે જીમ ટ્રેનરની પત્નીએ તેના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાની સાસુ, સસરા, દિયર અને જેઠ તથા પતિ દહેજ માંગી ત્રાસ આપી માર મારતા હતાં.

આ મહિલાનો પતિ જિમ ટ્રેનર હોવાથી સારી બોડી બનાવી અનેક મહિલાઓ સાથે આડા સંબંધ રચી બેઠો હતો. તે પોતાનો પૂરો પગાર આ મહિલાઓ પાછળ વાપરી નાખતો અને પત્ની પગાર બાબતે પૂછે તો તેને મારતો અને પોતાના માટે કમાતો હોવાનું કહી તારો ખર્ચો પિયરમાંથી લઈ આવવાનો કહી ત્રાસ આપતો હતો.

32 વર્ષીય મહિલા મૂળ રાજકોટની છે અને હાલ તે માતા પિતા સાથે રાજકોટ ખાતે રહે છે. જેના લગ્ન વર્ષ 2018 માં થયા હતા. મહિલાએ લગ્નજીવન દરમિયાન એક બાળકને જન્મ આપ્યો હતો. મહિલાનું સાસરું અમદાવાદના વાસણામાં છે અને સાસુ સસરા સહિતના લોકો નરોડામાં રહે છે. મહિલાનો પતિ એક જીમમાં જિમ ટ્રેનર તરીકે નોકરી કરે છે. મહિલાએ લગ્ન કર્યા તેના એક માસ બાદથી જ સાસુ સસરા સહિતના લોકોએ દહેજ બાબતે કકળાટ શરૂ કર્યો હતો. સાસુ અવાર નવાર મહિલાને પિયરમાંથી કઈ લાવી નથી કહીને ત્રાસ આપતા હતા.

મહિલાના માતા પિતા મધ્યમ વર્ગના હોવાથી કઈ નહિ લાવી શકે તેવું કહેતા સાસરિયાઓ તેને ત્રાસ આપી મારતા હતા. મહિલાની સાસુ ચઢામણી કરતા દિયર અને જેઠ પણ આવી દહેજની વાતો કરી મહિલાને ત્રાસ આપતા હતા. મહિલાને તેના સસરા પૈસાની માંગણી કરી પૈસા ન લાવે ત્યાં સુધી ઘરમાં રહેવાનો કોઈ હક નથી કહીને ત્રાસ આપતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *