અમરનાથની યાત્રાએ જતા પહેલા બધાને એક જ વાત કહેતો ‘મુઝે બાબાને બુલાયા હૈ તો જાના હૈ’, પરિવારજનો એ ના પડી છતાં પણ ગયો હતો…

અમે ના પાડી હતી ત્યાં અત્યારે જવા જેવું નથી અમે બધા લોકોએ સમજાવ્યા છતાં પણ તે માન્યો નહીં બસ બધાને એક જ વાત કહેતો હતો કે મુજે બાબાને બુલાયા હૈ તો જાના હૈ. બધાય ના પાડી પણ તે ગયો અને બધાને મૂકીને કાયમ માટે જ તો રહ્યો બસ આટલું કહેતા હાર્દિક રામીની બહેન નો ડુમો ભરાઈ ગયો. પોતાના ભાઈની યાદમાં જોર આંસુએ બહેન રડી પડી.

પાટણના યુવક હાર્દિક રામી જે અમરનાથ યાત્રા પર ગયો હતો અને ગુફાની અંદર 10 km દૂર ઓક્સિજન લેવલ 2% થઈ જતા ઘોડા પર જ અંતિમ શ્વાસ લીધા હતા હાર્દિકના પરિવાર સાથે મીડિયાએ વાત કરી ત્યારે બહેન અને પિતાની આંખમાં આંસુ આવી ગયા હતા અને પત્ની તો કંઈ બોલવું શકે તેવી અવસ્થામાં જ ન હતી અને 16 મહિનાની દીકરીએ પણ પોતાના પિતાની હુક ગુમાવી દીધી હતી.

હાર્દિક રામી ના બહેને જણાવ્યું હતું કે હાર્દિકની તબિયત બગડી છે અને થોડીવારમાં તેના નિતનના સમાચાર પણ સામે આવ્યા હતા. ઘરના લોકોમાં તો શોકનો માહોલ છવાઈ ગયો હતો અને ભાઈ હવે આ દુનિયામાં નથી રહ્યો તે ભાભી ને જણાવવું કેમ. અમારો રડવાનો અવાજ ત્યાં સુધી ના પહોંચે એટલા માટે ટીવી નું વોલ્યુમ પણ અમે વધારે દીધું જેથી તેમને ખબર ન પડે બપોરે બનેલી ઘટના અમે સાંજે ભાભીને જણાવ્યું અને પતિના મૃત્યુના સમાચાર સાંભળીને તો ભાભી ને સાંભળવા જેવું મુશ્કેલ બની ગયા હતા.

હાર્દિક રામી ઘોડા ઉપર ગુફા તરફ જઈ રહ્યો હતો ત્યારે ઓક્સિજન લેવલ ઓછું થઈ જતા આર્મી જવાને તેને બેસાડીઓ અને ઓક્સિજન આપ્યો હતો આર્મી ઓફિસર આરામ કરવાનું પણ કહ્યું હતું પરંતુ માન્યો નહીં અને ત્યાંથી થોડાક દૂર જઈને ઘોડા પર જ હાર્દિકે દમ તોડી દીધો અમે ના પાડી હતી પરંતુ છતાં પણ તેને જવું હતું બાબાને બોલાયા હૈ તો જાના હૈ એવું કહીને અહીંથી ગયો હતો.

જમ્મુ કાશ્મીરના અમરનાથ યાત્રા પ્રવાસે બરફીલા બાબાના દર્શનાર્થે હાર્દિક રામી 15મી જુલાયા પાટણથી પોતાના ચાર મિત્રો સહિત નીકળ્યો હતો જેમાં હાર્દિક મુકેશભાઈ રામી, આશિત હેમંતભાઈ તન્ના, નીશુ ઠક્કર અને ક્રિસ પ્રજાપતિ સાથે હતા આ સમગ્ર બનાવ બન્યો ત્યારે બીજા મિત્રો તેનાથી થોડાક આગળ ચાલતા હતા જ્યારે જાણ થતા ત્રણેય મિત્ર દોડીને આવ્યા પરંતુ થોડું મોડું થઈ ચૂક્યું હતું.

Leave a Reply

Your email address will not be published.