સમાચાર

મોંઘવારીનો માર: ફરી વધ્યા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ, જાણી લો નવો ભાવ

સીંગતેલ-કપાસિયા તેલમાં ફરી ભાવ વધારો થયો છે. સીંગતેલમાં ડબ્બે 35રૂપિયા અને કપાસિયા તેલમાં ડબ્બે 25 રૂપિયાનો વધારો થયો છે.સીંગતેલ 2275 અને કપાસિયા 2075 સીંગતેલ-કપાસિયા તેલમાં ફરી ભાવ વધારો થતો જોવા મળ્યો છે. મોંઘવારી અને કોરોના મહામારીમાં આ રીતના ભાવ વધારાના કારણે સામાન્ય માણસની કમર તૂટી રહી છે.

ગુજરાતમાં ત્રણ પ્રકારનું તેલ વધુ ખવાય છે અને તે ત્રણેયના ભાવ વધ્યા છે. બીજી તરફ યાર્ડમાં કપાસના ભાવ પણ એકંદરે 1400થી 1800 વચ્ચે સ્થિર રહ્યા છે જેમાં સારી ગુણવત્તાના કપાસના ખેડૂતોને મહત્તમ રૂ।. 1900નો ભાવ મળ્યો હતો. મગફળીની સાથે કપાસની પણ સારી આવક પહેલેથી થઈ રહી છે.

એકતરફ રાજકોટ યાર્ડમાં એક દિવસમાં 31.35 લાખ કિલો મગફળીની આવક થઈ છે. પરંતુ આજે યાર્ડ બંધ રહેશે. યાર્ડનું રોજનું ટર્નઓવર રૂ।. 12થી 15 કરોડનું સરેરાશ હોય છે, આ એક દિવસમાં આવેલી મગફળીની કિંમત આશરે 16 કરોડ છે! યાર્ડમાં મગફળીના ભાવ ઘણા દિવસોથી પ્રતિ મણના રૂ।. 900થી 1150 વચ્ચે ટકેલા છે. ખેડૂતોને મળતા મગફળીના ભાવ સ્થિર છે.

કોરોના મહામારીની વચ્ચે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે ત્યારે કેટલાક દિવસોથી સિંગતેલ અને કપાસિયા તેલના વધતા ભાવોએ મુશ્કેલી વધારી છે. વધી રહેલા ભાવ વધારાથી ખાસ કરીને મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મૂકાઈ રહ્યો છે. રાજકોટમાં સતત સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધતાં સ્થિતિ મુશ્કેલ બની છે. હજુ પણ આગામી સમયમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થઇ શકે તેવી શકયતા દર્શાવવામાં આવી રહી છે. જો કે હાલમાં દેશમાં અને રાજ્યમાં પણ એક તરફ પેટ્રોલના ડીઝલના સતત ભાવ વધારાથી લોકો હેરાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *