સમાચાર

અમદાવાદમાં આજથી જ વાતાવરણમાં પલટો, આ દિવસે ખાબકશે વરસાદ

અમદાવાદમાં માવઠું પડ્યું છે. જેમાં વિવિધ વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. આગાહી પણ કરવામાં આવી છે કે રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ પડશે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તથા રાજસ્થાન બાજુથી આવતા વરસાદી માહોલને કારણે ગુજરાતમાં પણ તેની અસર થશે.

રાજ્યમાં આગામી ૪ દિવસ વરસાદની આગાહી નોંધનીય છે કે કમોસમી વરસાદને કારણે રાજ્યમાં ઠંડીમાં પણ વધારો થઈ શકે છે. જેમાં ૧૧ જાન્યુઆરી પછીના દિવસોમાં તાપમાન ૩ થી ૫ ડિગ્રી જેટલું ગગડશે. તથા રાજ્યમાં આગળના ૪ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તથા રાજસ્થાન બાજુથી આવતા વરસાદી માહોલને પગલે આગાહી કરવામાં આવી રહી છે.

૧૧ જાન્યુઆરી બાદ ૩ થી ૫ ડિગ્રી તાપમાન ગગડશે : ૫ દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જશે. તથા ૧૧ જાન્યુઆરી બાદ ૩ થી ૫ ડિગ્રી તાપમાન ગગડી જશે. જેમાં રાજ્યમાં આગામી ૪ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદ પડવાનો છે. જેમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ૫ દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તથા ૫ દિવસ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ આવશે.

આગામી તા.૭ થી ૯ જાન્યુઆરી સુધીમાં માવઠાની શકયતા : સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પંથકમાં બુધવારે બપોર પછી વાતાવરણમાં આવેલા બદલાવ બાદ હળવો પવન ફુંકાયો હતો. જેને લઈને ડુંગરાળ વિસ્તાર વિજયનગર પંથકમાં ઠંડીનું પ્રમાણ અચાનક જ વધી ગયુ હતુ. સાથે સાથે તાલુકાના કેટલાક અન્ય સ્થળે પણ વરસાદનું ઝાપટુ આવવાને કારણે ખેડૂતો ચિંતામાં આવી ગયા હતા. હજુ તો આગામી તા.૭ થી ૯ જાન્યુઆરી સુધીમાં માવઠુ થવાની પણ શકયતા છે. ત્યારે ખેડૂતો પણ કમોસમી વરસાદ ન થાય અને તેમના પાકોમાં નુકશાન ન આવે તેમ માની રહયા છે.

હવામાન વિભાગે જે કરેલી આગાહી કરી છે તે મુજબ, અફઘાનિસ્તાનમાં અને તેના નજીકના ઘણા વિસ્તારોમાં સાયક્લોનિક પરિસ્થિતિના લીધે કચ્છમાં હજુ બે દિવસ આવું હવામાન યથાવત રહેવાનું છે. અને છૂટાછવાયા અન્ય વિસ્તારમાં ઝાપટા અને છાંટા પડવાની સંભાવના રહેલી છે. ૮મી તારીખ પછી કચ્છ જિલ્લામાં હવામાન સૂકું થઈ જશે. તથા રાપરમાં આવા ભરશિયાળે બીજી વખત કમોસમી વરસાદના લીધે રસ્તા ભીના થઈ ગયા હતા. પવનોના કારણે આવી ઠંડીનો પણ વધુ અહેસાસ લોકોએ કર્યો હતો.

આવી સ્થિતિમાં ઘાસચારો અને ખેતરોનો પાક બગડવાની ચિંતા પણ ખેડૂતોએ જણાવી હતી. તો માંડવી તાલુકાના ગઢશીશા સહિતના અમુક ગામોમાં સવારથી વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. અને કમૌસમી વરસાદ પડયો હતો. આ દરમિયાન, કંડલા બંદરમાં લઘુતમ ૧૮, મહત્તમ ૨૩.૧ અને કંડલા એરપોર્ટમાં ૧૮.૨ અને ૨૩ ડિગ્રી નોંધાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *