સમાચાર

હવામાન માં આવ્યો ફરી એક વાર પલટો, જાણો ક્યાં ક્યાં માવઠા થવાની સંભાવના મંડાઈ રહી છે

રાજ્ય માં ક્યાં ક્યાં થશે માવઠા રાજયમાં હવામાન વિભાગે ફરીથી વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 28 ડિસેમ્બરે બનાસકાંઠા, પાલનપુર, ડીસા, થરામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. શું કહે છે મનોરમા મોહંતી હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગળના 4-5 દિવસમાં ગુજરાત રિઝનમાં તાપમાન સામાન્ય રહેશે.

27 ડિસેમ્બરે આવી શકે છે વરસાદ પરંતુ 2 દિવસ એટલે કે 25 અને 26 ડિસેમ્બરે લગભગ હવામાન સાફ રહેશે. પણ 27 ડિસેમ્બરે વાતાવરણમાં થોડો બદલાવ આવી શકે છે. 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદ થવાની પણ સંભાવના છે. સૌરાષ્ટ્રમાં 28 ડિસેમ્બર બાદ હાલના તાપમાન કરતાં 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે.

29 ડિસેમ્બર પછી તાપમાન નો પારો ઓછો થશે ગુજરાત ભરમાં 29 ડિસેમ્બર પછી તાપમાન ગગડી શકે છે. હાલમાં સૌથી ઓછું તાપમાન અમરેલીનું જાણવા મળ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. વરસાદ સંભવિત વિસ્તારના ખેડૂતોને 27 અને 28 તારીખ સાચવી લઇ આયોજન કરવા અપીલ કરવામાં આવી છે તેમજ માછીમારો માટે કોઈ એલર્ટ રાખવામાં આવ્યું નથી

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો.

જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *