સમાચાર

હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે ગુજરાતમાં આ તારીખે ભારે પવન સાથે વરસાદ આવવાની આગાહી કરી

વાતાવરણમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગામી પાંચ દિવસ બાદ ગરમીનું પ્રમાણ ઘટશે એટલે કે આગામી પાંચ દિવસમાં તાપમાન 43 ડિગ્રી જોવા મળશે. રાજ્યમાં છ જૂન બાદ બે ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે.

રાજ્યમાં વરસાદની વાત કરીએ તો 8 જૂન બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતના ગામ જેવા કે વલસાડ નવસારી અને દમણમાં વરસાદ આવવાની સંભાવના છે. અને સૌરાષ્ટ્ર જિલ્લામાં અમરેલી ગીર અને સોમનાથમાં પણ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમ ભેજવાળા પવન આવતા રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે.

થંડર સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે હજુ ચોમાસું રાબેતા મુજબ શરૂ થવામાં થોડી વાર લાગશે. આથી રાજ્યમાં હજુ વાવણીલાયક વરસાદ થવાની વાર લાગશે. લગભગ 15 જૂન બાદ વાવણી લાયક વરસાદ શરૂ થશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. હવામાન નિશાન અશોકભાઈ પટેલે 10 તારીખ સુધીમાં ભારે પવન અને ભારે વરસાદની આગાહી કરી છે.

દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બાજુ થી પવન ફૂંકાતા 10 જૂન સુધી ૨૦થી ૩૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાંજના સમયે દરિયા કિનારાના વિસ્તારોમાં રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. 6 તારીખ બાદ ઉપલા લેવલે વાદળા બંધાવા થી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે. તારીખ ૮, ૯ અને ૧૦ બાદ નીચલા લેવલે વાદળા બંધાવા થી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે એટલે કે રાજ્યમાં વરસાદી ઝાપટાં શરૂ થશે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published.