ચાલો જાણીએ કઈ તારીખે કેવો વરસાદ રહેશે હવામાન શાસ્ત્રી(ઉકાભાઇ) સપ્ત નાડી ચક્ર ના આધારે હવામાનની આગાહી કરે છે. તેઓએ જણાવ્યું છે કે જૂન થી ઓક્ટોબર મહિના સુધી ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે 2 થી 9 જૂન, 16 થી 21 જૂન, 29 થી 30 જૂન સુધી સારો વરસાદ આવવાની સંભાવના છે.
જેમાં તેઓએ જણાવ્યું છે કે તારીખ 16 થી 21 માં ખેડૂતો પોતાની વાવણીની પ્રક્રિયા શરૂ કરી શકે છે. જો વરસાદ સારો થશે તો ખેડૂતોનો પાક પણ સારો થશે. જુલાઈ મહિનાની વાત કરીએ તો તેમને જણાવ્યું છે કે 1 લી જુલાઈ થી 19 તારીખ સુધીમાં સારા વરસાદની આગાહી છે. 26 જુલાઇથી 31 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તેઓએ કહ્યું છે કે જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ પણ થઈ શકે છે.
ઓગસ્ટ મહિનાની અંદર મધ્યમ ખંડ વૃષ્ટિ રહેશે. ઓગસ્ટ મહિનામાં વરસાદ જોવા મળશે. સપ્ટેમ્બર મહિનાની 6 થી 12 તારીખ સુધીમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તેવું તેમણે જણાવ્યું હતું. ઓક્ટોબર મહિનાની અંદર વાવાઝોડું આવવાની સંભાવના છે. તે મહિનામાં પવન પણ વધુ રહેશે તેવી આગાહી કરાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે દેશમાં સરેરાશ 103% વરસાદ પડશે. ગુજરાત રાજ્યમાં જૂન મહિનામાં ચોમાસુ દસ્તક આપશે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડશે. જૂન મહિનામાં વરસાદ આવતા જ ગુજરાતની જનતાને ગરમીમાંથી રાહત મળશે.
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.