રાજ્યમાં ભુક્કા બોલાવી નાખે તેવો વરસાદ રહેશે કે સામાન્ય વરસાદ રહેશે તેની વચ્ચે હવામાન વિભાગ Vs અંબાલાલ પટેલ…
રાજ્યમાં મેઘરાજાની સવારી કેટલાક દિવસોથી ધની પડી ગઈ છે ત્યારે ફરી એક વખત હવામાન વિભાગ એ મોટી આગાહી જાહેર કરી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એવા મનોરમાં મોહનતી એ આગાહી જાહેર કરતા જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની શક્યતા સાવ નહિવત પ્રમાણમાં છે સાથે આગામી પાંચ દિવસ રાજ્યમાં વિવિધ જિલ્લા તાલુકાઓમાં સામાન્ય વરસાદથી લઈને મધ્યમ વરસાદ જોવા મળી શકે તેવી શક્યતા છે.
જ્યારે બીજી તરફ હવામાન વિભાગના નિષ્ણાંત દેવા અંબાલાલ પટેલે 4 ઓગસ્ટ થી લઈને ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. અંબાલાલ પટેલ 4 ઓગસ્ટ થી લઈને 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જાહેર કરે છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આની વધારે અસર જોવા મળશે.
તમને જણાવી દઈએ તો રાજ્યમાં અત્યારે અંદાજિત લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે આ સાથે મંગળવારે વેધર વોચ ગ્રુપ સપ્તાહિક બેઠક video conference મળી હતી ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટર એવા મનોરમાં મોહનતીએ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની શક્યતા સાવ નહિવત પ્રમાણમાં છે.
આવતા પાંચ દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં મધ્યમ વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે. ત્યારે જોવાનું રહેશે કે હવામાન વિભાગની આગાહી સાચી પડે છે કે હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલભાઈ પટેલની આગાહી સાચી પડે છે કારણ કે પહેલીવાર બંનેની આગાહી અલગ અલગ જોવા મળી રહી છે.