હવામાન વિભાગે કરી આગાહી 13 જૂનથી 15 જૂન વચ્ચે વરસાદી ઝાપટા સહીત આ વિસ્તારમાં…

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતના 16 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસુ પહોંચે તે પહેલા જ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબકી ચુક્યો છે. આગામી પાંચ દિવસોમાં પણ વરસાદ આવવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસમાં ચોમાસાની ગતિવિધિ માં વધારો ચાલુ થશે.

અરબી સમુદ્ર પર પવનની દિશા બદલાતા રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને તેથી 15 જૂન ની વચ્ચે સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. તેમજ કેટલીક જગ્યાઓએ પવન પણ ફૂંકાશે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચારથી પાંચ દિવસની અંદર ચોમાસું અમદાવાદ પહોંચી શકે છે.

દક્ષિણ અને પશ્ચિમ તરફ થી ફૂંકાતા પવનોને કારણે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. આથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ વરસ્યો છે. તાપમાન ની વાત કરીએ તો શુક્રવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧.૫ ડિગ્રી એટલે કે સામાન્ય કરતા બે ડિગ્રી વધારે જોવા મળ્યું હતું. રાજ્યમાં ફૂંકાતા દક્ષિણ-પશ્ચિમમાં પવનોને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. ઉપલા સ્તરે વાદળો બંધાશે. આથી 13 મી જૂન બાદ રાજ્યમાં ચોમાસું આવી શકે છે. હવામાન શાસ્ત્રીઓ ના જણાવ્યા અનુસાર ૧૫ જૂન બાદ વાવણી લાયક વરસાદ શરૂ થઈ શકે છે.

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક અને સ્રોતની જવાબદારી રહશે, Gujarattrend વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *