હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ-પશ્ચિમી મોન્સૂન હવે ઉત્તર-પશ્ચિમ ના બંગાળની ખાડીના અમુક ભાગો તથા ઉત્તર પૂર્વ અને પૂર્વ મધ્ય ના અમુક વિસ્તારોમાં આગળ વધતું જોવા મળ્યું છે અને તે મણિપુર નાગાલેન્ડ અને મિઝોરમ ના ઘણા બધા વિસ્તારોમાં પહોંચી ગયું છે. આમ દક્ષિણ પશ્ચિમી ચોમાસુ નક્કી સમય હોય તેના કરતાં ચાર દિવસ પહેલા જ પશ્ચિમ બંગાળ પહોંચ્યું છે અને ત્યારે જ પશ્ચિમ બંગાળના સમુદ્રના વિસ્તારમાં ભારે વરસાદ થશે તેવું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર પૂર્વ ઉત્તર રાજ્યોમાં ચોમાસુ પહોંચવાને લીધે અસમ તથા મેઘાલયમાં વરસાદ આવવાની સંભાવના જોવા મળી છે અને તેમજ ઓડિશાના સમુદ્ર વિસ્તારના ભાગમાં તથા પશ્ચિમ બંગાળના ભાગ ઉપર એક ચક્રવાત આવવા તથા બંગાળની ખાડીથી પૂર્વ-ઉત્તર ના ભારત તરફ ખૂબ જ ઝડપથી તથા દક્ષિણ પશ્ચિમની હવાઓ આવવાના કારણે આગળના પાંચ દિવસ પૂર્વ ઉત્તર રાજ્ય તથા ઉપર હિમાલય બંગાળમાં ભારે વરસાદ જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઉત્તર પશ્ચિમ બંગાળના ખાડીના અમુક ભાગોમાં આવશે તેવું લાગી રહ્યું છે તથા બંગાળની ખાડીના ઉત્તર પૂર્વ તથા મધ્ય પૂર્વ ભાગમાં અમુક વિસ્તારમાં તે આગળ વધ્યું છે અને તેની સાથે સાથે જ નાગાલેન્ડ, મિઝોરમ તથા મણિપુરના અલગ અલગ વિસ્તાર માટે પહોંચી ગયું છે તથા ચોમાસાની શરૂઆતના કારણે 9 જૂનની સવાર સુધી જલપાઈગુડી કૂચબિહાર અલીપુર દ્વાર દાર્જિલિંગ અને કલ્મીપોન્ગ જિલ્લામાં ભારે વરસાદ આવી શકે તેવું અનુમાન જાહેર કરાયું છે આમ આગળના પાંચ દિવસ બંગાળના ગંગાવાડા જિલ્લામાં વીજળી ચમકવા ની સાથે સાથે હળવો વરસાદ પડી શકે છે તેવી સંભાવના દર્શાવી છે.
તદુપરાંત ભારતના દક્ષિણ દ્વિપ અને અરબસાગર થી આવતું ચોમાસુ ભગવાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આગળના પાંચ દિવસ કર્ણાટકના સમુદ્ર વિસ્તાર તથા દક્ષિણના અંદરના જે ભાગ આવેલા છે કેરળ અને લક્ષદ્વિપમાં વરસાદ આવી શકે તેવી સંભાવના જાહેર કરી છે તથા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગળના પાંચ દિવસ દરમિયાન તેલંગણા ઉત્તર કર્ણાટક આંધ્ર પોંડિચેરી તમિલનાડુ અને કરાઈકલ ના અમુક વિસ્તારોમાં વરસાદ થઇ શકે તેવી આગાહી છે.
પશ્ચિમ ઉત્તર ભારતના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તથા હવામાન વિભાગે આગળના બે દિવસ દરમિયાન દક્ષિણ પંજાબ દક્ષિણ હરિયાણા તથા રાજસ્થાનમાં લાગી શકે તેવી ચેતવણી પણ આપી છે. આમ સોમવારે હવામાન વિભાગે જાહેર કર્યું હતું કે આ વખતે ચોમાસું થોડું સામાન્ય રહેશે તથા અલગ અલગ વિભાગ અનુસાર પૂર્વ ઉત્તર ભારત તથા દક્ષિણ પશ્ચિમ દ્વિપના સૌથી નીચેના વિસ્તારને છોડીને દેશના બીજા અન્ય ભાગમાં આ વર્ષે ચોમાસુ સમાન રહે તેવું લાગી રહ્યું છે.