વહીવટી તંત્રએ વરસાદના બીજા રાઉન્ડની કરી લીધી બધી જ તૈયારી, કોઈ મોટી આફત ના એંધાણ?? આ વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું…
આપત્તિ વ્યવસ્થાપન ના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી એ ગાંધીનગર ખાતે મીડિયા સંબોધનમાં જણાવ્યું હતું કે અત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. ભારે વરસાદ પડવાની સંભાવના ને કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સુચના અનુસાર જિલ્લા વહીવટી તંત્રને ચાપતી નજર રાખવા કહ્યું છે.
આગળ રાજેન્દ્ર ત્રિવેદી એમ જણાવ્યું તેમ 22 અને 23 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારો નવસારી ડાંગ વલસાડ સુરત તાપી જવા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે 23 અને 24 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી દ્વારકા જામનગર જેવા વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે અને આના કારણે રેડ પણ આ વિસ્તારોમાં જાહેર કરી દેવામાં આવ્યું છે.
ભારે વરસાદ થી થતી તબાહીને રોકવા માટે કે નુકસાન ન થાય તેના માટે વહીવટી તંત્ર અત્યારે સંપૂર્ણ રીતે સજજ થઈ ચૂક્યું છે, આગળ જણાવ્યું કે ઉકાઈ ડેમમાં અત્યારે પાણીની ખૂબ આવક થઈ છે ત્યારે ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, સરદાર સરોવર જે સમગ્ર રાજ્યની જીવાદોરી સમાન છે તેમાં હાલ અત્યારે 56% જેટલો જળસંગ્રહ થયો છે જે સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે એક આનંદની વાત કહેવાય તે હવે ખેતી માટે પાણીની તંગી નહીં પડે.
સૌરાષ્ટ્રના ખોડીયાર આંબાજળ હિરણ જેવા ડેમમાં અત્યારે આપવામાં આવ્યું છે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં આશરે સ્થાનોમાં રહેલા તમામ નાગરિક હોય ત્યારે સલામતી થી પોતાના સ્વ ગ્રહ પાછા પરત ફર્યા છે તમને જણાવી દઈએ તો અત્યાર સુધીમાં 1,566 લોકોને એન ડી આર એફ, એસ બી આર એફ તથા વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.