હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી હવે વરસાદ આ તારીખે જ રાજ્યમાં આવશે…

હાલ સમગ્ર રાજ્યમાં અત્યારે 69 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે, છેલ્લા 15 દિવસથી સમગ્ર રાજ્યમાં અલગ અલગ જિલ્લા તાલુકાઓમાં મેઘરાજાએ ખૂબ જ ધમાકેદાર બેટિંગ કરી હતી ત્યારે આ બાજુ હવામાન વિભાગ અને હવામાન વિભાગના નિષ્ણાંત દેવા અંબાલાલ પટેલે આગામી પાંચ દિવસની રાજ્યમાં વરસાદને લઈને આગાહી જાહેર કરી દીધી છે.

હવામાન વિભાગના અધિકારીઓ ના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે 28 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એવા મનોરમાં મોહંતી એ જણાવ્યું કે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે.

આજે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠામાં અમુક વિસ્તારમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે જ્યારે બાકી ગુજરાતના જિલ્લા તાલુકાઓમાં સામાન્ય થી હળવો વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદમાં પણ હળવા થી લઈને સારો વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા છે. હાલમાં રાજસ્થાનમાં સર્ક્યુલેશન સક્રિય છે અને તેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે જ્યારે આવતીકાલથી એટલે કે 28 જુલાઈના રોજથી સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર કરશે અને 29 જુલાઈથી વરસાદની પ્રવૃત્તિમાં વધારે પડતો ઘટાડો જોવા મળી શકે છે.

જ્યારે આ બાજુ હવામાન વિભાગના નિષ્ણાંત દેવા અંબાલાલભાઈ પટેલે જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ભારે વરસાદનો યોગ રહેશે આ સાથે અમારા પટેલે વધુમાં કહ્યું કે 27 તારીખ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર કરશે આગળ જણાવ્યું કે પહેલા સપ્તાહ બાદ ફરી એક વખત દેશમાં ચોમાસુ સક્રિય થઈ શકે છે.

અંબાલાલ પટેલ બીજી ઓગસ્ટ થી 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે તેવું જણાવ્યું જો તમને વાત કરીએ તો હાલ ગુજરાતમાં આ સીઝનનો 69% વરસાદ પડી ચૂક્યો છે જમા સૌથી વધારે કચ્છ વિસ્તારમાં 117 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 55.77 ટકા વરસાદ ખાવાક્યો મધ્ય પૂર્વ ગુજરાતમાં 60 ટકા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 61% અને દક્ષિણ ગુજરાતમાં ૮૧ ટકા વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published.