હવામાન વિભાગે કરી મોટી આગાહી આગામી ત્રણ કલાકમાં જ રાજ્યમાં… આ વિસ્તારો ખાસ અહીં છે અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ એ શનિવારના રોજ એટલે કે બીજી જુલાઈ એ એ આગામી ત્રણ કલાકમાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અડધાથી લઈને એક ઇંચ સુધી વરસાદ આપકી શકે તેવી શક્યતાઓ જાહેર કરી છે અગાઉ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગાહી જાહેર કરી હતી જેમાં 30 જૂનથી લઈને પહેલી જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ હતી જ સાચી સાબિત થયું.

હવામાન વિભાગ આગામી પાંચ દિવસ માટે વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે જ્યારે હવામાં વિભાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી જાહેર કરી છે જ્યારે અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં છૂટોછાયો વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

આગળ જણાવ્યું કે આગામી ફક્ત ત્રણ કલાકમાં જ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ ખેડા મહીસાગર દાહોદ વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલી જામનગર પોરબંદર સુરેન્દ્રનગર અમરેલી જુનાગઢ દ્વારકા મોરબી ગીર સોમનાથ કચ્છ દીવ વગેરે વિસ્તારોમાં એક ઇંચ થી વધારે વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.

જ્યારે રાજ્યના બીજા વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર આણંદ છોટાઉદેપુર વડોદરા ભાવનગર સુરત ડાંગ તાપી રાજકોટ બોટાદ ધંધુકા વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે તેઓ હવામાન વિભાગના અધિકારોનું કહેવું છે. તમને જણાવી દઈએ તો વિભાગે આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં વલસાડ ભરૂચ સુરત નવસારી દમણ દાદરા નગર હવેલી જેમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

જ્યારે બીજા વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા જવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતમાં જ નહીં પરંતુ મધ્ય ગુજરાતમાં પણ પંચમહાલ આણંદ દાહોદ છોટાઉદેપુર વડોદરા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે આ બધું સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો જુનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવમાં ભારતીય અધિકારે વરસાદ નોંધાઈ શકે છે.

છેલ્લા બે દિવસથી જો રાજ્યમાં વરસાદની વાત કરીએ તો મેઘરાજા ખૂબ જ મન મૂકીને રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં રહ્યા છે વલસાડની વાત કરીએ તો વલસાડમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છ થી સાત ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે સુરત વિસ્તારની વાત કરીએ તો સુરતમાં આઠ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

જેના કારણે જનજીવન પણ ખૂબ જ મુશ્કેલ બન્યું છે કેમ કેમ નીચા વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને તેના કારણે લોકોને ખૂબ જ તકલીફ ઉઠાવી પડી હતી. આ ધોધમાર વરસાદ પડવાને કારણે એક વ્યક્તિનું મોત પણ થયું અને સાથે 11 પશુ ના જીવ પણ ગયા. ધોધમાર વરસાદ પડવાને કારણે શેરીઓને રસ્તા બધી જગ્યાએ પાણી પાણી થયા હતા અને પાણી ગરકાવ થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *