હવામાન વિભાગે આપ્યા સૌથી મોટા સમાચાર, આ વર્ષે ભારત દેશમાં ચોમાસું કેવું રહશે અને ભુક્કા કાઢશે વરસાદ

ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે (આઇએમડી)ગુરુવારે મોનસૂન ૨૦૨૨ પર પ્રથમ ભવિષ્યવાણી કરી આપી છે. દક્ષિણ પશ્ચિમી મોનસૂનના પૂર્વાનુમાન પર એવું જણાવ્યું છે કે આ વર્ષે મોનસૂન ખુબ જ સામાન્ય રહેશે. દર વર્ષે મોસમ વિજ્ઞાન વિભાગ બે તબક્કામાં માનસૂનના વરસાદ પર પૂર્વાનુમાન જાહેર કરતું હોય છે. પ્રથમ ભવિષ્યવાણી એપ્રિલમાં કરવામાં આવે છે અને બીજી જૂનમાં કરવામાં આવે છે. પ્રથમ સ્ટેજમાં મોસમ વિભાગ તરફથી દેશમાં મોનસૂન સિઝન દરમિયાન થનાર વરસાદનું પૂર્વાનુમાન રજૂ કરવામાં આવતું હોય છે.

આઈએમડીના મત મુજબ વરસાદના ૧૯૭૧-૨૦૨૦ના ગાળાના ૮૭ સેન્ટીમીટર દીર્ધાવધિ એવરેજ ૯૬ થી ૧૦૪ ટકા સુધી રહેવાની સંભાવના રહેલી છે. જેનાથી દેશભરમાં વરસાદ થવાનો છે. મોસમ વિજ્ઞાન વિભાગના મત મુજબ પૂર્વોત્તર ભારતના ઘણા ભાગોમાં, ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગો અને દક્ષિણી પ્રાયદ્વિપના દક્ષિણી ભાગમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના રહેલી છે.

જૂનથી સપ્ટેમ્બર દરમિયાન એવરેજ વરસાદ હવે ૮૬૮.૬ મીમી જેટલો માનવામાં આવશે, પહેલા ૮૮૦.૬ મીમી જેટલી હતી. જ્યારે ખાનગી એજન્સી સ્કાઇમેટે પણ ભારતમાં સામાન્ય મોનસૂનની ભવિષ્યવાણી કરી દીધી છે. તેમના મત મુજબ સામાન્ય વરસાદની ૬૫% આશા છે. તેનાથી કૃષિ ક્ષેત્રને પણ લાભ મળી શકશે. વરસાદ જૂન અને જુલાઇમાં વાવણી કરવાના સમયે વરસાદ સમયસર આવી જશે. એજન્સીએ એવું કહ્યું કે આ ભારતના કૃષિ ક્ષેત્ર માટે એક સારો સંકેત છે.

મોસમ વિભાગના પૂર્વાનુમાને એવું સ્પષ્ટ કર્યું છે કે દેશભરમાં સારો વરસાદ થવાનો છે. ઉત્તર ભારતમાં સામાન્યથી વધારે વરસાદનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. પૂર્વોત્તરના કેટલાક વિસ્તારમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના રહેલી છે. મોનસૂન પર લા નીનાની અસર પણ જોવા મળી શકે છે. ઉત્તર, મધ્ય ભારત, હિમાલયની તળેટી અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગમાં સામાન્યથી વધારે વરસાદની સંભાવના પણ રહેલી છે.

જાણકારી મુજબ દિલ્હીમાં જુલાઇમાં સૌથી વધારે વરસાદ થશે. આ દરમિયાન પણ ઘણો વરસાદ થઇ શકે તેવી શક્યતા છે. દિલ્હીમાં સામાન્ય રીતે મોનસૂન ૨૬ થી ૨૭ જૂન સુધી પહોંચી જાય છે. આ પહેલા દિલ્હીમાં પ્રી-મોનસૂનની ગતિવિધિઓ થઈ જશે. આ વખતે લા નીનાના કારણે વરસાદ પર પણ ઘણી અસર રહેશે. જોકે ઓગસ્ટ આવતા આવતા તો લા નીના ન્યૂટ્રલ કંડિશનમાં પહોંચી જ જશે.

જૂનથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે ૯૯ ટકા વરસાદનું અનુમાન છે :ભારતીય હવામાન વિભાગ દ્વારા કોઈ પણ ઋતુ શરૂ થાય તેની પહેલા લાંબા ગાળાની આગાહી કરતા હોય છે. ત્યારે દેશમાં ચોમાસાને લઈ અને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ૯૯ ટકા વરસાદ થવાની સંભાવના રહેલી છે. ૯૯ ટકાથી ૫ ટકા ઓછો અથવા વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી દીધી છે. એટલે કે દેશમાં ચોમાસુ એકદમ સામાન્ય રહેશે.

Leave a Reply

Your email address will not be published.