રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે તુફાની વરસાદ

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાની સાથે જ આફતના વાદળો ઘેરાયા હતા. અને રાજ્યમાં વાતાવરણમાં એકાએક પલટો પણ જોવા મળ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં વરસાદ નો માહોલ જોવા મળી શકે છે. અમદાવાદ,આણંદ,વડોદરા,રાજકોટ,ભાવનગર અને અમરેલી વરસાદ આવવાની સંભાવના છે.

જ્યારે ૧૦ જૂને અમદાવાદ,આણંદ, ખેડા,સુરત,તાપી નવસારી,વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ વરસાદ થશે. 11 જૂની વાત કરીએ તો અમદાવાદ,આણંદ,ખેડા, ગાંધીનગર સુરત, ડાંગ, તાપી,નવસારી, વલસાડ અને દમણમાં વરસાદી ઝાપટા થઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગર,અમરેલી, સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ જોવા મળશે

12 જૂનની વાત કરે તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટા થઈ શકે છે. આ પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે. અને ગુજરાતનું વાતાવરણનું તાપમાન ચાર ડિગ્રી જેટલું ઓછું જોવા મળશે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે, જ્યારે રાજ્યમાં પ્રિ-મોન્સૂનની શરૂઆત થતાં જ આફત શરૂ થઈ ગઈ છે.

રાજ્યમાં વીજળી પડવાથી ચાર લોકોના મોત થયા છે. જેમાં લીંબડીના જાંબુ અને નાની કાથેચી ગામમાં વીજળી પડતા બે લોકોના મોત થયા છે. જ્યારે પાટણના હારીજમાં એક અને ભાવનગરના સિહોરમાં એક વ્યક્તિનું મોત થયું છે. ધંધુકા જિલ્લાના વાવાઝોડામાં 11 વર્ષીય બાળકનું કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.

અમરેલી જિલ્લામાં વરસાદ ગુજરાતમાં ચોમાસા પહેલા જ અમરેલી જિલ્લામાં વરસાદ જોવા મળ્યો છે. સાવરકુંડલા તેમજ લીલીયા તાલુકામાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે શેરીઓ અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. સાવરકુંડલાના હડિડા તેમજ નાળ ગામમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી.વરસાદને લઈને ઘણા વિસ્તારોમાં ઠંડકનું વાતાવરણ જોવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *