સમાચાર

હવામાન વિભાગની આગાહી આ વિસ્તારમાં ચારે કોર પાણી પાણી થઇ જશે

ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે 28 ડિસેમ્બરે વિસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં માવઠું પડશે. જેથી આજે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના પણ દર્શાવવામાં આવીછે.

કમોસમી વરસાદ ની આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર સમગ્ર ઉત્તર ગુજરાત સહિતના પંથક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સની ઘેરી અસરો વચ્ચે ૨૭ ડીસેમ્બરના રોજ અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતમાં માવઠું થશે એવી સંભાવનાઓને લઈ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા હતા.જોકે આ આગાહીને લઈ જિલ્લા ડીઝાસ્ટર વિભાગને કોઈ સુચનાઓ અપાઈ નથી,છતાં આ આગાહીને પગલે જરૂરી સાવચેતીના પગલા ખેડૂતો,પ્રજાજનો માટે જરૂરી મનાઈ રહયા છે.

ખેડૂતો ને પણ પોતાના અનાજ ની સાચવણી માટે એલર્ટ કરાવાયા છે સાબરકાંઠા જિલ્લાના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતેથી મળેલા સંદેશના આધારે સાબરકાંઠા જિલ્લાના આગામી તા. ૨૫ ડિસેમ્બર ૨૦૨૧થી તા. ૨૯ ડિસેમ્બરના પાંચ દિવસ દરમિયાન સાબરકાંઠામાં છુટા છવાયા વરસાદની કરાયેલા આગાહીને પગલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ અનાજની બોરીઓ વરસાદને કારણે અનાજ પલડીને બગડી ન જાય તેની સાવચેતી રાખવા જિલ્લાના તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી, સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરીવહન દરમ્યાન પલળી ન જાય તે હેતુસર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લાગતા વળગતા વિભાગોમાં લેખીત પત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે યોગ્ય પગલા લેવા જાણ કરવામાં આવી છે.

છુટા છવાયા વરસાદની આગાહીને પગલે ખેડુતોમાં ઘાસ ચારા સહિત શીયાળુ પાકોમાં પણ નુકસાનની ભીતીથી ખેડુતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં ગત નવેમ્બર માસની ૧૮ અને ડીસેમ્બર માસની ૧લી તારીખે કમોસમી વરસાદ થયો હતો.આ માવઠાના મારથી પાકને થયેલ વ્યાપક નુકશાનને લઈ ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો હતો.એક તરફ આ વર્ષે ચોમાસુ સીઝનમાં સરેરાશ વરસાદ કરતાં ૩૭ ટકા વરસાદની ખેંચ વર્તાઈ રહી છે. જળાશયોમાં મર્યાદિત પાણી સંગ્રહને લઈ ગત વર્ષો કરતાં આ વર્ષે રવિ સીઝનમાં ઓછું વાવેતર થવા પામ્યું છે.ત્યારે હાલ જિલ્લામાં હાથ ધરાયેલ ૧.૨૪ લાખ હેકટર રવિ વાવેતર સામે આગામી ૨૭ ડીસેમ્બરના રોજ કરાયેલ માવઠાની આગાહીને લઈ ખતરો તોળાઈ રહયો છે.

છેલ્લા દોઢ માસમાં ત્રીજીવાર કમોસમી વરસાદની સ્થિતિ સર્જાશે જિલ્લાના ખેડૂતો દ્વારા હાથ ધરાયેલ ૬૨૪૬૫ હેકટરમાં ઘઉં, ૬૮૫૯ હેકટરમાં મકાઈ,૧૮૬૭૫ હેકટરમાં ચણા,૧૭૫૧૩ હેકટરમાં બટાટા અને ૨૧૫૪ હેકટરમાં રાઈ સહિતના પાકોને નુકશાન થવાની ભીંતી સેવાઈ રહી છે.ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં સર્જાયેલ વેસ્ટન ડિસ્ટબર્ન્સની સ્થિતિને લઈ વાતાવરણ એકાએક પલટાયું છે. ઠંડીનું જોર ઘટયું છે અને કયાંક વાદઈળાયું વાતાવરણ જોવા મળે છે. ત્યારે જો હવામાન વિભાગની આગાહી સાચી પડશે તો ખેડૂતોને પ્રજાજનોને વધુ એક આફતનો સામનો કરવાનો વારો આવશે એમ મનાઈ રહયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *