હવામાન વિભાગની આગાહી અમદાવાદ સહીત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં કડાકા-ભડાકા વરસાદની એન્ટ્રી

રાજ્યમાં સાત તારીખથી જ વરસાદનું પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા પાંચ થી છ દિવસ વરસાદ પડી રહ્યો છે. જો દેશના બીજા શહેરોની વાત કરીએ તો દિલ્હી મુંબઈ માં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે જ્યારે ગુજરાતમાં મેઘરાજાની પધરામણી ના પડઘા વાગી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા ભુકા કાઢે તેવો વરસાદ તે સાથે એન્ટ્રી લઇ શકે છે. 15 થી 20 જૂન ની વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસા નો શુભારંભ થઈ શકે તેવી હવામાન વિભાગની આગાહી છે. અને જો આ તારીખ પ્રમાણે વરસાદ ની એન્ટ્રી થશે તો આ વખતે ત્રણથી ચાર દિવસ વરસાદનું વહેલું આગમન થઈ હોય તેમ કહી શકાય.

હવામાન વિભાગે આ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે જેમાં ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, ગીર, સોમનાથ, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર જ્યાં વરસાદ પડવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે જ્યારે કેરળમાં ચોમાસાનું આગમન થયા બાદ આપણા ગુજરાતમાં વાદળો ઘેરાવા નું ચાલુ થતા હોય છે અને પછી એક અઠવાડિયા બાદ ગુજરાતમાં પણ વરસાદનો પ્રિમોન્સૂન ચાલુ થતું હોય છે

જ્યારે કેરળમાં આ વખતે પહેલી જૂને જ વરસાદે ભુક્કા સાથે એન્ટ્રી લીધી હતી અને ચોમાસુ એક્ટિવિટી શરૂ થઈ કઈ હતી. અને આ ચોમાસું વાદળો આગળ વધતા ગોવા અને મુંબઈમાં વરસાદ ની એન્ટ્રી થઇ ગઇ છે મુંબઈમાં વાત કરીએ તો મુંબઈમાં વરસાદ ખૂબ જ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ગુજરાતમાં ૪૮ કલાકમાં કડાકા-ભડાકા સાથે ચોમાસાની એન્ટ્રી થઈ શકે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *