હવામાન વિભાગની આગાહી આગામી દિવસોમાં અમદાવાદમાં બફારાનું પ્રમાણ વધશે, આ વિસ્તારમાં ભુક્કા કાઢી નાખે તેવો ધોધમાર વરસાદ

ગુજરાતમાં વરસાદની સવારી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી છે. ત્યારે અમદાવાદમાં ભેજ અને ગરમીથી લોકો વ્યથિત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં ગરમી વધી રહી છે. અમદાવાદ, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં શહેરમાં હજુ બે દિવસ તાપમાન વધવાની આગાહી છે. તાપમાનમાં ચારથી પાંચ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.

રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવોથી ભારે વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ ઉત્તર ગુજરાત અને કચ્છમાં આકરી ગરમી પડી રહી છે. હવામાન વિભાગના મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં માત્ર એક જ વાર વરસાદ પડ્યો છે અને આગામી ત્રણ દિવસ શહેરમાં સારા વરસાદની કોઈ શક્યતા નથી.

અમદાવાદમાં પણ શનિવારે અસહ્ય ગરમીનો અનુભવ થયો હતો. શનિવારે સાંજે ભેજનું અને ગરમીનું પ્રમાણ 44 ટકા હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદમાં 28 તારીખનું તાપમાન 40ની આસપાસ રહેવાની શક્યતા છે. બીજી તરફ હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સીના જણાવ્યા અનુસાર અમદાવાદમાં રવિવારે તાપમાન 44 ડિગ્રી અને સોમવારે 43 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. 28 અને 29 જૂને વાદળછાયું વાતાવરણ રહેશે અને 30 જૂન પછી વરસાદી માહોલ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત હવામાન વિભાગે અમદાવાદ, આણંદ, પંચમહાલ, ખેડા અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરી છે.

અમરેલીના લાપલીયાના કાત્રાસા ગામ અને જૂનાગઢના માળીયા હાટીના તાલુકામાં ભારે પવન ફૂંકાયો હતો. નાના-મોટા લગભગ 100 ઘરોની દિવાલો ધરાશાયી થતાં 5 થી 12 વર્ષની વયના 30 થી વધુ બાળકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત વૃક્ષો ધરાશાયી થઈ ગયા અને અનેક મકાનોની છત ઉડી ગઈ. ગ્રામ્ય અમરેલી, ઉપલેટા, વિસાવદર અને માણાવદરમાં શનિવારે બે ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત બગસરા ભીમ દેવળ, વેરાવળ, ધોરાજીમાં દોઢ ઈંચ અને જૂનાગઢ, ભેસાણ, મેંદરડા, વંથલીમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો.

ગિરિમથક સાપુતારામાં ચોમાસાની શરૂઆત સાથે, પ્રકૃતિ ખીલી રહી છે, પ્રવાસીઓ શનિવાર અને રવિવાર વીકએન્ડની મજા માણવા ઉમટી પડયા છે. ત્યારે ડાંગ પ્રશાસનના નેજા હેઠળ નોટીફાઈડ વિસ્તારમાં અનેક હોટલો આવેલી છે અને હોટલ સંચાલકો પ્રવાસીઓને વધારે પૈસા લઈને હેરાન કરે છે.વરસાદની શરૂવાત થતા જ સાપુતારા હિલ સ્ટેશન સાતેય
કળાથી ખીલી ઉઠ્યું છે જેને કારણે સહેલાણીઓ તેને માણવા ઉમટી પડ્યા છે.

Leave a Reply

Your email address will not be published.