હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસો આ વિસ્તાર માટે ખુબ જ ભારે, થઇ જજો સાવધાન… Gujarat Trend Team, August 5, 2022 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો પાંચ ઓગસ્ટ થી ગુજરાતમાં વરસાદ વધી શકે છે. રાજ્યમાં સાતથી આઠ ઓગસ્ટે પણ ભારે વરસાદ થશે તેવું હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.જેમાં ડાંગ તાપી છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે તેમ જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો વરસાદ થઈ શકે છે. આગામી 24 કલાકમાં અમદાવાદમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. વેસ્ટન ડીસ્ટર્બન્સ ના કારણે અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ થવાની આગાહી છે.તે ઉપરાંત ગાંધીનગર પાટણ મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ થશે. 8 ઓગસ્ટે પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. 4 ઓગસ્ટ, ની વરસાદની વાત કરીએ તો વરસાદ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદપુર, નર્મદા જિલ્લામાં પડી શકે છે. 5 ઓગસ્ટ, ની વરસાદ ની વાત કરીએ તો આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી. આ દિવસે અન્ય કોઈપણ જિલ્લામાં વરસાદની શક્યતા નહિવત છે. 6 ઓગસ્ટ, ની વરસાદ ની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદની અપેક્ષા છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. ઓગસ્ટ 7, ની વરસાદની વાત કરીએ તો આ દિવસે જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની અપેક્ષા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. 8 ઓગસ્ટ, ની વરસાદની વાત કરીએ તો આ દિવસે ભારે વરસાદની અપેક્ષા છે. જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ, નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત પોરબંદર, રાજકોટ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 71.10 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 118.12 ટકા નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 58.05 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 58.05 ટકા, સૌરાષ્ટ્રમાં 62.56 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 83.57 ટકા વરસાદ જોવા મળ્યો હતો.. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલી જીલ્લામા થયો હતો. સમાચાર