તાત્કાલિક ધોરણે આગાહી જાહેર કરવામાં આવી જેથી લોકો સાવચેત રહે જાણો કયા કયા વિસ્તારમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ…

4 ઓગસ્ટ ના રોજ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ જામ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા એ વિરામ લીધો હતો ત્યારે ફરી એક વખત મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવવાનો ચાલુ કરી દીધું છે. અમુક વિસ્તારોમાં તો મેઘરાજા એ એટલો વરસાદ વરસાવો કે જાણે આભ ફાટ્યું હોય…

હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ 5 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના વડોદરા આણંદ વલસાડ સહિત કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે 6 ઓગસ્ટ ના રોજ સૌરાષ્ટ્રના જુનાગઢ ભાવનગર અમરેલી જેવા વિસ્તાર સહિત દક્ષિણ ગુજરાતના નવસારી સુરત વલસાડ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગના આગાહી મુજબ 7 ઓગસ્ટના રોજ રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જેમાં સુરત વલસાડ નવસારી તાપી ડાંગ વડોદરા જેવા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ દ્વારકા જવા વિસ્તારમાં વરસાદ વરસી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે.

8 ઓગસ્ટ ના રોજ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ નવસારી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે સુરત તાપી ડાંગ વલસાડ ભરૂચ અમરેલી ભાવનગર રાજકોટ પોરબંદર જવા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે.

હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ આગાહી જાહેર કરતા જણાવ્યું કે ફક્ત મધ્ય ગુજરાતમાં જ ભારે વરસાદ પડવાની સંભાવના ઓછી છે બાકી બીજા રાજ્યના બધા જ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે.

અંબાલાલભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં આગામી 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી સંભાવના છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આની અસર વધારે રહેશે જેના કારણે લોકોએ આનું ખાસ ધ્યાન રાખવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published.