સમાચાર

હવામાન વિભાગના અધિકારીએ કરી નાખી મોટી વાત, સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તો અહીં…

હવામાન શાસ્ત્રી મનોરમા મોહંતીએ વરસાદને લઈને જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે પરંતુ તેના સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી ઝાપટા થઈ શકે છે. વરસાદની વાત કરીએ તો હવે ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે.

સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો અમરેલી જામનગર ભાવનગર જૂનાગઢ બોટાદ ગીર સોમનાથમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયું છે. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, નવસારી, વલસાડ ડાંગ વગેરે જિલ્લાઓમાં પણ ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. ગઈકાલે રાજ્યમાં નોંધાયેલા વરસાદની વાત કરીએ તો ગઈકાલે 22 જિલ્લાના 71 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 3.11 ઈંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં જૂન મહિનામાં અત્યાર સુધીમાં સરેરાશ 0.76 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 52 તાલુકામાં હજુ પણ કોરા ધાકોર છે. બંગાળાની ખાડી અને અરબી સમુદ્ર ઉપર સિસ્ટમ સક્રિય બન્યા બાદ આગામી પાંચ દિવસ બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે એટલે કે ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યમાં વાવણીલાયક વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના નવસારી,સુરત,ડાંગ,દાદરાનગર હવેલી અને દમણમાં ભારે વરસાદ થઇ શકે છે અને સૌરાષ્ટ્રમાં ભાવનગર,અમરેલી જૂનાગઢ, ગીર-સોમનાથ માં પણ વરસાદ વરસી શકે છે. નોંધનીય છે કે નજીકના સમયમાં વલસાડ જિલ્લા ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે, ત્યારથી હળવો વરસાદ પડી રહ્યો છે. જુન મહિનાના છેલ્લા બે વિકમાં ખેડૂતો માટે સારા સમાચાર છે જેમાં વાવણીલાયક વરસાદ થઇ શકે છે. એટલે કે ગુજરાતમાં 19 તારીખ બાદ સત્તાવાર ચોમાસુ ચાલુ થઇ જશે. હાલના સમયની વાત કરીએ તો બે ત્રણ દિવસ વરસાદ જોવા મળશે પરંતુ વધારે પડતો જોવા મળે નહીં.

Leave a Reply

Your email address will not be published.