હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી, આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે ભારે, ધોધમાર વરસાદ સાથે…
આપણા ગુજરાતમાં લોકો આતુરતાથી ચોમાસાની રાહ જોતા હતા પરંતુ તે આતુરતાનો હવે અંત આવ્યો છે. લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે.રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદે ધબધાબાટી બોલાવી દીધી છે તેની વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી ચાર દિવસમાં સારામાં સારો વરસાદ થશે એટલે કે વાવણીલાયક વરસાદ થશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા ન જવાની સલાહ આપવામાં પણ આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ના ગીર વિસ્તારમાં ખૂબ જ વરસાદ જોવા મળ્યો છે તે ઉપરાંત તાલાલા, ખીરધાર, બાકુલા ધણેજ, ધ્રાબાવડ, લાડુડી, દેવ ગામ, જેપુર સહિત અનેક ગ્રામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવણીલાયક વરસાદ થશે એટલે કે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. આથી માછીમારોને દરિયો ન ખેડવા માટેની સલાહ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં પણ ખુબ જ વરસાદ વરસશે તેવું જણાવવામાં આવી રહ્યું છે
નાનાકોટડા, વાજડી, રૂપાવટી, ઉમરાળા,જૂની ચાવંડ, શીરવાણીયા જેવા વિસ્તારોમાં બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન સાથે ખૂબ જ વરસાદ વરસ્યો હતો. જુનાગઢ પંથકમાં પણ ઠેર-ઠેર વરસાદની સાથી ગિરનાર પર્વત પર વરસાદી માહોલ જામ્યો હતો. વિસાવદર શહેર તેમજ તેની નજીકના ગામડાઓમાં પણ ભારે વરસાદ પડયો હતો.
કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવીને ધોધમાર વરસાદ પડવાથી અનેક રોડ અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જેથી કરીને લોકોની અવરજવર માટે મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદને કારણે ગિરનાર પર્વત પર સૌંદર્ય જાણે સોળે કળાએ ખીલ્યું હોય તેવું લાગે છે. આથી સહેલાણીઓ આ દ્રશ્યને માણવા માટે અહીં જોવા ઉમટી પડ્યા હતા. વિસાવદરમાં દોઢ કલાકમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાથી સતત ગરમી અને બફારાનું પ્રમાણ ઘટયું હતું. પરંતુ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.