વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલએ આગાહી કરી આ વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડી શકે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસુ કેરળ પહોંચી ગયું છે હવે થોડા જ દિવસોમાં ગુજરાતમાં પણ ચોમાસું આવી જશે તેવી શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે દેશમાં સરેરાશ 103% વરસાદ પડશે. ગુજરાત રાજ્યમાં જૂન મહિનામાં ચોમાસુ દસ્તક આપશે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે ગુજરાતમાં ખૂબ સારો વરસાદ પડશે. જૂન મહિનામાં વરસાદ આવતા જ ગુજરાતની જનતાને ગરમીમાંથી રાહત મળશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ જણાવે છે કે 10 તારીખ સુધીમાં ગુજરાતમાં ઘણી જગ્યાએ છુટ્ટા છવાયા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. લગભગ પંદરથી સોળ તારીખ સુધીમાં સારામાં સારો વરસાદ વરસશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતુ. અંબાલાલ પટેલ જણાવે છે કે ખેડૂતોએ અગાઉથી જ પોતાના પાકના વાવણીની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ.

ગુજરાતમાં આ વર્ષે દર વર્ષ કરતા વધુ સારો વરસાદ થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. જો વરસાદ સારો થશે તો ખેડૂતોનો પાક પણ સારો થશે અને ખેડૂતોને ઉપજ પણ સારી એવી મળશે. ચોમાસાના બે મુખ્ય મહિના જેવા કે જૂન અને જુલાઈમાં ખૂબ જ વરસાદ થશે તેવું અંબાલાલ એ કહ્યું છે. દરિયાઈ કાંઠા વિસ્તારોમાં પણ ખૂબ જ ઝડપથી પવન ફૂંકાશે તેવી અંબાલાલ પટેલ ની આગાહી કરી છે આથી માછીમારોએ જૂન અને જુલાઈ મહિનામાં વધુ પડતો દરિયો ખેડવો નહીં.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં 40 થી 45 ઇંચ જેટલો વરસાદ પડશે. વલસાડમાં 80 થી 100 ઇંચ એટલો વરસાદ પડી શકે છે. ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 30 થી 32 ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં આહવા અને ડાંગમાં પણ વધુ વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. બનાસકાંઠા સાબરકાંઠા બાજુ પણ 32 ઇંચ જેટલો વરસાદ થશે.

પંચમહાલ જિલ્લામાં આઠ ઈંચ જેટલો વરસાદ જોવા મળશે. ઉત્તરમાં કચ્છ વિસ્તારમાં પણ સારો વરસાદ થઇ શકે છે. ગંગા અને યમુના નદી માં પણ પૂર આવી શકે છે. બિહાર માં પણ પૂર આવવાની શક્યતા દર્શાવી છે.જૂન અને જુલાઈ મહિનાની સરખામણી એ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં નહિવત વરસાદ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *