ફરી એક વખત કમાએ કરાવી મોજ, આ ઉમેદવારના પ્રચારમાં કિર્તીદાન ગઢવીના ડાયરાનું ભવ્ય આયોજન, કમો કોઠારીયાને જોવા માટે લોકો ઉમટી પડ્યા…
સમગ્ર રાજ્યમાં અત્યારે સારી તરફ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે આ વખતે સાચે જ લાગી રહ્યું છે કે ગુજરાતમાં ચૂંટણી છે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે અત્યારે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બંને પાર્ટી અત્યારે પૂરેપૂરી જોશમાં છે ત્યારે આમ આદમી પાર્ટીના લોકો પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જ્યાં બીજી તરફ પ્રથમ તબક્કાના મતદાન માટે છેલ્લી ઘડીઓ સુધી પ્રચાર ચાલી રહ્યો છે.
બોટાદમાં ભાજપના ઉમેદવારના પ્રચાર માટે કિર્તીદાન ગઢવી નો ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું કિર્તીદાન ગઢવી ના ડાયરા ના આયોજનમાં કમો કોઠારીયા વાળો ના હોય તેવું અત્યારે બની જ ન શકે જેટલા સમગ્ર રાજ્યમાં ડાયરાના ખેલાડીઓ છે તેમાં અત્યારે સૌથી પ્રસિદ્ધ કમો છે. ગુજરાતમાં ભાગ્યે જ કોઈક વ્યક્તિ હશે ત્યારે જે કમાને ઓળખતું નહીં હોય કમો ફક્ત ગુજરાત જ નહીં દેશ-વિદેશમાં પણ અત્યારે ખૂબ જ ફેમસ થઈ ગયો છે લોકો ઘરે ઘરે જાણતા થઈ ગયા છે.
View this post on Instagram
આ ડાયરામાં પણ કમો કોઠારીયા વાળા એ લોકોમાં આકર્ષણ ઊભું કર્યું હતું. સભામાં ભાજપના ઉમેદવાર એવા ઘનશ્યામ વિરાણીને મત આપવા માટે અપીલ પણ કરવામાં આવી હતી મિત્રો તમને જણાવી દઈએ તો બોટાદ 207 વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવાર એવા ઘનશ્યામ વિરાણીના સમર્થનમાં તેમણે કીર્તીદાન ગઢવી નો લોક ડાયરો પણ રાખ્યો હતો અને તેનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં કમો કોઠારીયા પણ ભાજપના ઉમેદવારના સમર્થનમાં ત્યાં આવી પહોંચ્યો હતો અને લોકોનું આકર્ષણનું કેન્દ્ર પણ તે બન્યો હતો લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ફક્ત અને ફક્ત તે કમાને જોવા માટે જ હાજર રહ્યા હતા. લોકોને કદાચ ચૂંટણી પ્રચાર ગમ્યો હશે કે કેમ તે હજી વિચારવા જેવું છે પરંતુ ડાયરામાં કમાય લોકોને બહુ મોજ કરાવી તેવા સમાચાર મળી રહ્યા છે.
View this post on Instagram
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર જીતવા માટે અવારનવાર આયોજન કરતા હોય છે અને સમર્થનો દ્વારા પણ નવતરે પ્રયોગ સાથે વધુને વધુ પ્રચાર થઈ શકે તેનું આયોજન પણ વિધાયક કરતા હોય છે દોસ્તો તમને જણાવી દઈએ તો એક ડિસેમ્બરના રોજ મતદાન ની તારીખ છે જે હવે માત્ર બે દિવસ જ બાકી છે ત્યારે બોટાદના નામે બિલ્ડર એવા આનંદધામ ડેવલોપર્સ ગ્રુપ દ્વારા કિર્તીદાન ગઢવી ના ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ડાયરાનું આયોજનમાં બોટાદ 207 વિધાનસભાના ભાજપ ઉમેદવાર એવા ઘનશ્યામ વિરાણીને મત આપવા માટે પણ અપીલ કરાઈ હતી લોક ડાયરામાં કમો કોઠારીયા પણ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને કિર્તીદાન ગઢવી ના ડાયરા જોવા માટે લોકો ક્યાં ક્યાંથી ઉમટી પડ્યા હતા. મતદાનના છેલ્લા બે દિવસો બાકી રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે કોણ જીતી રહ્યું છે અને કોણ હારી રહ્યું છે શું આમ આદમી પાર્ટી અત્યારે જીતી રહી છે કે પછી ભાજપ ની સરકાર બનશે તે જોવાનું રહેશે.