દીકરાના અગ્નિસંસ્કાર કરીને ઘરે પાછા આવ્યા જ હતા ત્યાં થોડીક જ વારમાં તે જ દીકરો અચાનક જ પ્રગટ થઈ ગયો, જઈને જોયું તો…

ગ્વાલિયરમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. તેમાં એક વ્યક્તિને મૃત જાહેર કરી દીધો હતો પરંતુ તે વ્યક્તિ 24 કલાક બાદ ઘરે જીવતો પાછો ફર્યો હતો. જેને કારણે આંખો પરિવાર આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો અને કોઈને વિશ્વાસ પણ થતો ન હતો. પોતાના પતિ મરી જવાને કારણે તેની પત્નીએ માથાનો સિંદૂર પણ ભૂસી કાઢ્યું હતું અને હાથની બંગડી પણ તોડી નાખી હતી.

પરંતુ અચાનક જ તે વ્યક્તિ જીવતો પાછો આવ્યો હતો જેને કારણે સૌ કોઈ આચાર્યચકિત થઈ ગયા હતા.. પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.. ઈન્દરગંજના નૌગાજા રોડ વિસ્તારમાં રહેતો રોહિત કુશવાહા 10 દિવસ પહેલા ઘરેથી મંદિર જવા નીકળ્યો હતો. પણ પાછો આવ્યો નહીં. 2 દિવસ પહેલા મહારાજ મોટાના પાર્કમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી.

પોલીસે રોહિતના પરિવારજનોને જાણ કરી હતી.લાશની ઓળખ માટે બોલાવ્યા.શબ હાઉસમાં એક લાશ પડી હતી. તેનો ચહેરો ખરાબ થઈ ગયો હતો.એક હાથ અને પગ વિકલાંગ હતા.રોહિત પણ એક હાથ અને પગથી વિકલાંગ છે. પરિવારજનોએ રોહિતનું કદ જોઈને તેની ઓળખ રોહિત તરીકે કરી હતી. પોલીસે લાશનું પીએમ કરાવી પરિવારજનોને સોંપ્યું હતું. પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો.

પરંતુ નિયતિથી આગળ શું કરી શકાય??? તે વિચારીને પરિવારે કાયદા મુજબ અંતિમ સંસ્કાર કર્યા. રોહિતના મૃત્યુની રાખ ઉપાડવા આખો પરિવાર જઈ રહ્યો હતો ત્યાં તે લોકોને ખબર પડી કે રોહિત જીવતો છે અને તે તેના સાસરિયાંઓના ઘરે છેં. આ વાત સાંભળીને આખો પરિવાર આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો અને ખુશીના આંસુ પણ હતા.

તેઓ ફટાફટ સાસરીયા પક્ષમાં પહોંચી ગયા હતા. રોહિત એ કહ્યું હતું કે ગીરવાઈમાં બે પુરા માતાના મંદિરે તે દર્શન કરવા ગયો હતો પરંતુ પછી તે ત્યાં જ રહી ગયો હતો. કુશવાહા પરિવાર ખુશ છે પરંતુ પોલીસ મુશ્કેલીમાં છે. જો રોહિત જીવિત છે તો મૃત્યુ પામનાર વ્યક્તિ કોણ છે, જેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.ગ્વાલિયરના એસએસપી અમિત સાંઘીનું કહેવું છે કે પરિવારને મૃતદેહ સોંપતા પહેલા ફિંગર પ્રિન્ટ લેવામાં આવી હતી.હવે ફિંગર પ્રિન્ટના આધારે મૃતકની ઓળખ થશે. મૃતકના કપડાં અને ફોટા પોલીસ પાસે છે.વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *