સમાચાર

કોરોનાના કેસ વધતા આરોગ્ય મંત્રીએ લોકડાઉનને લઈને આપ્યું મહત્વનું નિવેદન

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 396, સુરત કોર્પોરેશનમાં 209, વડોદરા કોર્પોરેશનમાં 64 , રાજકોટ કોર્પોરેશનમાં 40, ખેડામાં 36, આણંદ 29, વલસાડ 27, નવસારી 21, રાજકોટ 20, કચ્છ 17, ગાંધીનગર કોર્પોરેશનમાં 14, સુરત 14, ભરુચ 9, ભાવનગર કોર્પોરેશન 9, અમદાવાદ 8, ગાંધીનગર 6, ગીર સોમનાથ 5, વડોદરા 5, અમરેલી 4, જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશન 4, મહીસાગર 4, દેવભૂમિ દ્વારકા 3, મહેસાણા 3, મોરબી 3, તાપી 3, બનાસકાંઠા 2, જામનગર 2, જામનગર કોર્પોરેશનમાં 2, પંચમહાલમાં 2, સાબરકાંઠા 2 અને ભાવનગરમાં એક નવો કેસ નોંધાયો છે.

તેની વચ્ચે આપડા આરોગ્યમંત્રી એ ખુબ જ મોટો નિર્ણય કર્યો છે 6 થી 7 દિવસમાં તમામ બાળકોને રસી મળી રહેશે ભારતમાં કોરોનાના કેસોમાં વધારો થતાની સાથે કેન્દ્રીય આરોગ્યમંત્રીએ આજે તમામ રાજ્યોના આરોગ્યમંત્રી અને આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ છે ત્યારે રાજ્યોની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભારતમાં રસીકરણ થઇ રહ્યું હોવાને કારણે ત્રીજી લહેરની અસર ઓછી વર્તાઇ રહી છે. કોવિડની લડાઇને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી. ગુજરાત દ્વારા પણ તૈયારીઓ કરાઇ છે. ગુજરાત દ્વારા તરૂણોને રસી આપવા માટેની તૈયારી કરી દેવાઇ છે. તરૂણોને 3 થી 8 તારીખ સુધીમાં શાળા એ જઇ રસી આપવામાં આવશે. 6 થી 7 દિવસમાં તમામ બાળકોને રસી મળી રહે તે માટે તૈયારી કરી પૂર્ણ કરવામાં આવી છે

ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ પર ભાર આપવા આગ્રહ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઓમિક્રોનને લઈને બેઠક યોજી હતી.રાજ્યોમાં ઓમિક્રોનને લઈને થતી કામગીરીની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી.નોંધનીય છે કે ગુજરાત તરફથી આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે રાજ્યોની ઓમિક્રોનના સંભવિત ખતરાને લઈને કેવા પ્રકારની તૈયારીઓ છે તેની સમીક્ષા કરવા માટે યોજાયેલી આ બેઠકને સૂચક માનવામાં આવી રહી છે.ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે. બુસ્ટર ડોઝને લઈ કેવી રીતે પ્રક્રિયા આગળ વધારવી એ અંગે પણ ચર્ચા થઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *