હેલ્થ

જો આ લક્ષણો દેખાય તો હોઈ શકે છે ડાયાબિટીઝ, જાણો તેના લક્ષણો

આજના સમયમાં કરોડો લોકો ડાયબીટિઝની બીમારીથી પીડાતા હોય છે અને સતત આ સંખ્યામાં વધારો થતો જાય છે. આવનારા વર્ષોમાં હજી સૌથી વધુ ડાયબીટિઝના દર્દીઓ ભારતમાં જોવા મળશે. ડાયબીટિઝમાં બ્લડ શુગર એટલે કે લોહીમાં શર્કરાનું જે સ્તર હોય છે તે અનિયંત્રિત રીતે વધતું કે ઘટતું રહે છે. જયારે લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે ત્યારે વ્યક્તિ સામે જીવલેણ જેવી પરિસ્થિતિ ઉભી થાય છે.

જો તમને દિવસ દરમિયાન વધુ પેશાબ આવે છે, અને વધુ ભૂખ-તરસ લાગે છે, અચાનક વધી જાય છે અને પછી અચાનક ઘટી જાય છે તો પછી આ બધા ડાયબીટિઝના લક્ષણો હોઈ શકે છે. જો ડાયબીટિઝના ગંભીર લક્ષણો વિશે વાત કરવામાં આવે તો એના કારણે આંખોની દ્રષ્ટિ નબળી પડી જાય છે અને દેખાવમાં મુશ્કેલી પડે છે, બ્લડપ્રેશરની સમસ્યા પણ થાય છે. આ સિવાય જયારે ડાયબીટિઝના દર્દીઓને હાર્ટએટેક આવે છે તો તે લોકોને સાઈલેંટ ચેટ પેઈન થાય છે, એટલે કે છાતીમાં ખૂબ જ ઓછો દુઃખાવો થાય છે. ડાયબીટિઝના મોટાભાગના દર્દીઓને તો ખબર પણ નથી હોતી કે તેમને હાર્ટએટેક આવી રહ્યો છે, એમને માત્ર જરા શ્વાસ લેવામાં તકલીફ પડે છે, આ જ કારણથી તેમની સમયસર સારવાર થઇ શકતી નથી.

ડાયબીટિઝના દર્દીઓને પેરિફેરલ ન્યુરોપેથી નામની સમસ્યા થઇ શકે છે, આમાં દર્દીના પગ અને હાથની નર્વ્ઝ કામ કરવાની ધીરે-ધીરે બંધ થઇ જાય છે, એટલે જો ક્યારેય પણ દર્દીઓને કોઈ પણ શરીરના અંગ પર ઘાવ થાય તો તેને ઘણા દિવસો સુધી તો ખબર પણ નથી હોતી કે ઘાવનો જરા પણ અનુભવ નથી થતો. ડાયબીટિઝના દર્દીઓએ નીચે આપેલ લક્ષણો ક્યારેય ન અવગણવા જોઈએ :

પગમાં સોજો ડાયબીટિઝના દર્દીઓને સૌથી વધુ અને મોટી સમસ્યા કિડનીની જ હોય છે, એવામાં જો ડાયબીટિઝના દર્દીઓના પગમાં સોજો આવી જાય તો તેને જરા પણ અવગણવો જોઈએ નહિ. આ સિવાય ડાયબીટિઝના દર્દીઓને હૃદય પણ કામ કરતુ ધીમું પડી જાય છે, જેના કારણે પણ પગમાં સોજા આવી જતા હોય છે. આ કારણે જ ડાયબીટિઝના દર્દીઓના લક્ષણો પર વધુ ધ્યાન આપવું જોઈએ અને તેના અવગણવા જોઈએ નહી.

સ્કિન ઇન્ફેક્શન ડાયબીટિઝના દર્દીઓ હોય છે તેમને સ્કિન ઇન્ફેક્શનની સમસ્યા પણ વધુ થતી હોય છે. કારણ કે તેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં જો તમને કોઈ ફન્ગલ ઇન્ફેક્શન થઇ ગયું હોય તો તરત જ તેને ડોક્ટર પાસે જઈને ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *