લૉ પ્રેશરને કારણે ચોમાસું ભુક્કા કાઢશે, રાજ્યના 13 જળાશય અત્યારે હાઇ એલર્ટ પર, નુકશાન થાય તે પહેલા જ PM મોદીનો ફોન આવી ગયો Gujarat Trend Team, July 11, 2022 રાજ્યમાં અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે જેમાં સૌરાષ્ટ્ર ભાવનગર જૂનાગઢ પોરબંદર જવા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગ એ સંભાવના વ્યક્ત કરી છે. મધ્યપ્રદેશના આણંદ છોટાઉદેપુર વડોદરા જેવા વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. આ શહીત દક્ષિણ ગુજરાતના નર્મદા વલસાડ તાપી સુરત જેવા વિસ્તારમાં ભારે થઈ હતી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આવા ત્રણ કલાકમાં હવામાન વિભાગે 30 થી 40 કિલોમીટર પ્રતિ ની ઝડપે પવન ફૂંકાય શકે તેવી આગાહી વ્યક્ત કરી છે જ્યારે સુરતમાં ત્રણથી 4:30 વાગ્યાની વચ્ચે ઝડપી પવન સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. તમને જણાવી દઈએ તો રાજ્યના 13 જળાશય અત્યારે હાઈએલએટ ઉપર છે એટલે છેલ્લા 24 કલાકમાં 218 તાલુકામાં વરસાદ નોંધાયો છે જો સૌથી વધુ વરસાદની વાત કરીએ તો બોડેલીમાં 539 મીમી વરસાદ નોંધાયો હતો ક્વાર્ટમાં 432 મીમી વરસાદ જાંબુઘોડામાં 426 મીમી વરસાદ જેતપુર પાવીમાં 403 છોટાઉદેપુરમાં ૩૩૦ મિ.મી વરસાદ વઘઈમાં 288 આહવામાં 275 મીમી વરસાદ નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે આ સમગ્ર મામલે પ્રધાનમંત્રી મોદીએ પણ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી અને ગુજરાતમાં વ્યાપક પરિસ્થિતિ અને ભારે વરસાદની સર્જાયેલી પરિસ્થિતિની જાણકારી મેળવી હતી જ્યારે મુખ્યમંત્રીને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદ વરસ્યો તેની ઊભી થયેલી પરિસ્થિતિને પ્રધાનમંત્રી મોદીએ સંપૂર્ણ વિગતો આપી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વરસાદી સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ ની ટીમ સહિત જે પણ વસ્તુની જરૂર હોય તે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને વરસાદ અસરગ્રસ્ત બધી જ મદદ કરવા ની ખાતરી આપી છે. છેલ્લા 24 કલાકમાં 218 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો અને કોઈક વિસ્તારોમાં તો પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી અને ક્યાંક જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૧ જાન્યુઆરીથી લઈને 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે છે વધુમાં જણાવ્યું તેમ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. જ્યારે રાજ્યના અમુક વિસ્તારોને અત્યારે રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અને એનડીઆરએફ ની ટીમ ને પણ તૈનાત કરી દેવામાં આવી. સમાચાર