સમાચાર

રેનકોટ હવે સાથે જ રાખજો ગણતરીના સમયમાં સતત ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી…

હવે રાજ્યમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું છે. આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી આગાહી કરવામાં આવી છે એટલે કે આવનારા ૨૪ કલાકમાં ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ વરસી શકે છે. આથી આવનારા ૪૮ કલાકમાં ગુજરાતમાં સાર્વત્રિક જગ્યાએ વરસાદ જોવા મળશે.

આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં અનેક વિસ્તારો નું વાતાવરણ વાદળછાયું રહેશે. ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 17 જુન અને 18 જૂને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 17 તારીખ બાદ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ શકે છે એટલે કે વાવણીલાયક વરસાદ થશે.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના બતાવવામાં આવી છે. એટલે ૧૭, ૧૮ અને ૧૯ જુ ને એલર્ટ જાહેર કરાયું છે. હાલમાં કોઈ પણ સક્રિય સિસ્ટમ ન બનવાને કારણે ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળશે.

જો કાંઈ વાત કરીએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે એલર્ટ જાહેર કર્યું છે. ૩૦ જૂન સુધીમાં ગુજરાતમાં વાવણીલાયક વરસાદ શરૂ થઈ જશે. એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડશે.

પરંતુ 19 તારીખ બાદ સિસ્ટમ સક્રિય બનવાને કારણે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના બતાવવામાં આવી છે. આવતા અઠવાડિયાથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે અને આ રાઉન્ડ લાંબો ચાલી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બપોર બાદ પવન ફૂંકાવાની પણ સંભાવના છે. આમ 19 તારીખ બાદ સમગ્ર રાજ્યમાં વાવણીલાયક વરસાદ થઇ શકે છે આથી ખેડૂતો માટે સારા સમાચાર છે. જૂન મહિનાના અંત સુધી સાર્વત્રિક વરસાદ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.