હજારો ફીટ ઉચાઇ પર હીચકા ખાઈ રહ્યા હતા અને અચાનક જ તૂટી ગયું દોરડું અને પછી તો…
કેટલીકવાર ખૂબ સાહસિક હોવું જોખમ મુક્ત હોતું નથી. હમણાં સુધી તમે આવી ઘણી વાતો સાંભળી હશે, જેમાં ઝૂલતા લોકો અકસ્માતનો ભોગ બને છે. તાજેતરમાં એક ચિંતાજનક વિડિઓ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો રશિયાના દાગેસ્તાનનો કહેવાઈ રહ્યો છે. આ વીડિયો માં, બે મહિલાઓ મોટા અકસ્માતનો ભોગ બનતા બચી ગઈ છે.
આ ચોંકાવનારો વીડિયો જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે કેટલાક લોકો બંને મહિલાઓની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક આવા ઝૂલતા જુલા અને સાહસોથી દૂર રહેવાની સલાહ પણ આપી રહ્યા છે. આ વીડિયો માં, બે મહિલાઓ જુલા પર બેઠેલી જોવા મળી છે. આ જુલો ૬૩૦૦ ફૂટની ઉચાઇએ છે. અચાનક જુલાની એક બાજુની સાંકળ તૂટી ગઈ.
જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વીડિયોને જોઇને લોકો ગભરાઈ રહ્યા છે, તો જરા કલ્પના કરો કે જે લોકો આ દુર્ઘટનાના સાક્ષી બન્યા હશે તેઓનું શું થયું હશે. જ્યારે જુલાની એક બાજુની સાંકળ તૂટી જાય છે, ત્યારે બંને મહિલાઓ ખડક તરફ સરકવા લાગે છે. તે સારું હતું કે ત્યાં હાજર લોકોએ સમયસર તે મહિલાઓને બચાવી લીધી, નહીં તો મોટું અકસ્માત થઈ શકે એમ હતું.
આ અકસ્માત એટલું ભયંકર હતું,છતાં મહિલાઓ એકદમ સલામત છે. બંને મહિલાઓએ નજીવી ચીસો પાડી હતી. પરંતુ હવે તે વિસ્તારના લોકો ત્યાંથી આવા ખતરનાક જુલાને દૂર કરવાની માંગ કરી રહ્યા છે. આ ઘટના રશિયાના દાગિસ્તાનની છે. તેને ‘રેન્ડમ અંકલ’ નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યું છે. આ ઘટનાથી ચકચાર મચી ગયો હતો. લોકો આ આઘાતજનક વિડિઓને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર શેર કરી રહ્યાં છે.
જેણે પણ આ વિડિઓ જોયો તે એક ક્ષણ માટે ચોક્કસ સ્તબ્ધ થઈ ગયા હશે. અહીં, સ્થાનિક પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે, કે આ જુલો કેવી રીતે તૂટી ગયો? સ્થાનિક પર્યટન મંત્રાલયે કહ્યું કે આ ઝૂલો સલામતી સ્રોતોથી સજ્જ નહોતો, તેથી આ અકસ્માત થયો. અધિકારીઓના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં આ પ્રકારનો અકસ્માત ના આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ આ બનાવની પણ તપાસ કરવામાં આવી રહી છે