હિમાચલ પ્રદેશના કુલુમાં એક બસની દુર્ઘટના, બસ ખીણમાં પડતા 16 લોકોના મોત નીપજ્યા… 45 મુસાફરો માંથી મોટાભાગના બધા જ બાળકો હતા

હિમાચલ પ્રદેશના કુલુમાં એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં પ્રવાસીઓની બસ અચાનક જ ખીણ માં પડી ગઈ હતી. જેને કારણે 16 લોકોના મોત થયા હતા અને કેટલાક અન્ય લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાં મોટાભાગના બાળકો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે બસમાં 45 જણા સવાર હતા.

કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે મૃતક પરિવારજનોને બે-બે લાખ રૂપિયા આપવામાં આવશે. પ્રાઇમ મિનિસ્ટર પીએમ મોદીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં કુલુમાં થયેલી આ દુર્ઘટના ખૂબ જ ચોકાવનારી છે. મૃતક પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. તેમની દુઃખની ઘડી માં મારી સંવેદના તેમની સાથે જ છે.

અને જે લોકો ઘાયલ થયા છે તેઓ ફટાફટ સ્વસ્થ થાય. અકસ્માત બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો કુલ્લુ પહોંચી ગયા હતા. સમાચાર AAI દ્વારા જાણવા મળ્યું છે કે આ ઘટના સવારે આઠ વાગ્યે બની હતી. જિલ્લા કમિશનર દ્વારા જાણવા મળ્યું છે કે હજુ સુધી મૃત્યુ આંક વધી શકે છે. આ બસમાં નાના બાળકો પણ હતા.

મુખ્યમંત્રી જયરામ ઠાકુરે બસ દુર્ઘટનાના કારણની તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને મૃતકને 15 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. PMNRFએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

મૃતકોની યાદી તનુ (ઉં.20 વર્ષ) પ્રેમ ચંદ (ઉં. 82 વર્ષ) ફતેહ ચંદ (ઉં.70 વર્ષ) અનીતા (ઉં.19 વર્ષ) સુશીલ (ઉં.21 વર્ષ) રોશી દેવી (ઉં.45 વર્ષ) ખીમ (ઉં. 40 વર્ષ) અમિત પાર્વતી દેવી (ઉં.40 વર્ષ) ઝાવલુ (ઉં.28 વર્ષ) આકાશ (ઉં.16 વર્ષ) રાખી માયા.

Leave a Reply

Your email address will not be published.