હીરાના દલાલે ઝેરી દવા પીને આપઘાત કર્યો? પોસમોર્ટમમાં શરીર ઉપરથી માર મારવાના નિશાનો મળી આવતા જ પરિવારજનો એ હોબાળો… Gujarat Trend Team, May 28, 2022 હાલ સુરતમાંથી એક એવો શરમજન કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે પણ થોડા સમય માટે વિચારમાં પડી જશો. હાલ જ સુરતમાં હીરાના વેપારીએ તેના જ કારખાનાના મેનેજર ઉપર ચોરીનો આરોપ મુક્યો અને જેને ખોટો સાબિત કરતા કરતા એ મેનેજરે અંતે પોતાનો જીવ ટૂંકાવી નાખ્યો. આ કિસ્સો સુરતના સિંગણપોરનો છે જ્યાં એક હીરાના દલાલ તરીકે કામ કરતા વ્યક્તિ પર તેનાજ માલિકે 50 લાખના હીરા વંહેચીને ચોરી કરવાનો આરોપ મુક્યો હતો અને અંતે એ દલાલએ પોતાની ઈમાનદારી સાબિત કરવા માટે ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકાવી નાખ્યો હતો. જો કે માલિકના આરોપ બાદ એ દલાલને ચોરી અંગે પોલીસ ઉઠાવીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. જયારે એ હીરાના દલાલે આપઘાત કર્યો એ સમયે એમના શરીર પર અનેક ઘા ના નિશાનો હતા જેથી એવું બહાર આવ્યું કે પોલીસ સ્ટેશનમાં તેને માર પણ મારવામાં આવ્યો હતો. જો આ કિસ્સા પર વધુ પ્રકાશ પાડીએ તો સુરતના સિંગણાપોર એરિયામાં રહેતા મુકેશભાઈ હીરાની દલાલીનું કામ કરતા હતા અને એ જ સમયે એમના પર તેમના માલિકે 50 લાખના રૂપિયાના હીરા વહેંચીને ગફલો કર્યા હોવાનો આરોપ નાખ્યો હતો. એ જ સમયે મુકેશભાઈનું કહેવું હતું કે તે નિર્દોષ છે અને એમને આવું કશું નથી કર્યું. પણ મુકેશભીની વાત કોઈ રીતે સાચી સાબિત ન થઈ. અને અંતે તેમના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. માલિકની ફરિયાદ મુજબ મુકેશભાઈએ એ હીરા પોતાના અંગત કામ માટે વહેંચી કાઢ્યા હતા પણ મુકેશભાઈ આ આક્ષેપનો સ્વીકાર નહતા કરી રહ્યા. અંતે પોલીસ એમને પોલીસ સ્ટેશન પર ઉપાડીને લઇ ગઈ અને ત્યાં ઢોર માર મારવામાં આવ્યો હતો. મુકેશભાઈના પરિવારનો આરોપ છે કે મૃતક હીરા દલાલને પોલીસે માર માર્યો હતો અને ઘરે આવીને મુકેશ ભાઈ એ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. જો કે હવે લોકો એમના ન્યાય માટે માંગણી કરી રહ્યા છે. સમાચાર