રત્નકલાકારો માટે ખુશોના સમાચાર, હવે ધંધો ચાલશે ફાટફાટા, નાના વેપારી થી લઈને મોટા વેપારીઓ પણ… Gujarat Trend Team, July 16, 2022 કોરોના કાળ દરમિયાન સમગ્ર દેશમાં ધંધાઓ પડી ભાંગ્યા હતા. જેમાં હીરાનો ધંધો પણ મરણ પથારી ઉપર પડ્યો હતો. જોકે બાદમાં હીરામાં ધીમે ધીમે તે આવતી ગઈ હતી પરંતુ રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે ફરી એક વખત હીરાના ધંધામાં મંદી જેવું વાતાવરણ ઊભો થયું હતું અને રફ ના ભાવ ખૂબ ઊંચાઈએ પહોંચી ગયા હતા. ત્યારે રફ હીરાને એક નવી ઊંચાઈ લઈ જવા માટે બીટુબી કેરેટ્સ સુરત ડાયમંડ એક્સપોર્ટ 2022 નું 15 જુલાઈ થી લઈને 17 જુલાઈ સુધીનું એક મોટું આયોજન કરવામાં આવ્યું છે. આમાં હોંગકોંગ દુબઈ લંડન અમેરિકા થાઈલેન્ડ થી બાયર્સ આવે તે માટે અહીં માર્કેટિંગ કરવામાં આવ્યું છે તમને જણાવી દઈએ તો એક્સ્પોના ઉદ્ઘાટન માટે ખુદ રાજ્યના ગૃહ મંત્રી એવા હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત આપશે. સુરત ડાયમંડ એસોસિએશનના મંત્રી એવા દામજીભાઈ માવાણીએ જણાવ્યું હતું કે ત્રીજી વાર યોજાયેલા આ b2b કેરેટ્સ ડાયમંડ એક્સપોમાં નેચરલ ડાયમંડ ની સાથે સાથે જ્વેલરી મેન્યુફેક્ચર સીવીડી ડાયમંડ તેમજ ડાયમંડ ટેકનોલોજી ના બુથો પણ રાખવામાં આવેલા છે. એક્ઝિબિશનમાં નેચરલ લુઝ ડાયમંડમાં પોલકી ફેન્સી ગુલાબ કટ તેવા તમામ પ્રકારના હીરામાં કટ રાખવામાં આવ્યા છે. અહીં 100 થી વધુ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. પ્રીમિયમ બાયર્સને માટે પણ એક ખાસ પ્રકારની સુવિધાઓ પણ ઉપસ્થિત કરવામાં આવશે. મોટા બાયર્સને કોમ્પ્લીમેન્ટરી સ્ટે પણ આપવા માટે 350 રૂમો ની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે. નાના વેપારીઓથી લઈને મોટા વેપારીઓ સીધા જ ખરીદેદારોના સંપર્કમાં આવે તે માટે વિશ્વમાં પહેલીવાર લુઝ ડાયમંડનું બીટુ બી કેરેટ્સ સુરત ડાયમંડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આવું આયોજન અગાઉ પણ 2018માં અને 2019 માં સુરત ખાતે કરવામાં આવ્યું હતું? જોકે બાદમાં કોરોના કાળ દરમિયાન આનું આયોજન શક્ય બન્યું ન હતું એટલે ફરી એક વખત 2022 માં સુરત ડાયમંડ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ તો 2018 અને 2019 માં b2b કેરેટ્સ સુરત ડાયમંડ એક્સપોમાં નાનાથી લઈને મોટા વેપારીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને વેપાર પણ ખૂબ જ સારો એવો મળ્યો હતો. દેશના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે હાલ અત્યારે સુરત ડાયમંડ એક ઉદ્યોગનો મોટું હબ બની ગયું છે અને આપણે હજુ પણ એવા પ્રયાસો કરતા રહેવા જોઈએ જેથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક્સપો સુરતમાં આયોજન થઈ શકે જેથી સુરત સાથે સાથે ભારત પણ દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે. સમાચાર