હિરોઈનનો સુસાઈડ કેસ: વીડિયો ચેટ ચાલુ હતીને 26 વર્ષની એક્ટ્રેસે કેમેરા સામે પંખે લટકીને આત્મહત્યા કરી લીધી Gujarat Trend Team, May 19, 2022 કેરળમાં પોતાનું ઘર હોવા છતાં શેરીન ભાડાના મકાનમાં રહેતી હતી, 26 વર્ષીય ટ્રાન્સ મૉડલ અને અભિનેત્રી શેરિન સેલિન મેથ્યુ મંગળવાર, 17 મેના રોજ કેરળના ચક્કારમ્બુ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. અને પોલીસના જણાવ્યા અનુસાર શેરીનનો મૃતદેહ પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. શેરીનના રૂમમેટ્સે પોલીસને જણાવ્યું હતુંકે શેરીએ ઘણી મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. અને આ સિવાય તે મોડલિંગ પણ કરતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ એપાર્ટમેન્ટમાં ગયા ત્યારે મોડલ પંખાથી લટકતી હતી. અને તે વખતે તેના મોબાઈલનો કેમેરો ચાલુ હતો અને શેરીએ આત્મહત્યા કરી. શેરીન કોઈની સાથે વીડિયો કોલ પર વાત કરી રહી હતી. વાતચીત દરમિયાન શેરીન પંખા પર લટકી ગઈ હતી અને તેનું મૃત્યુ થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર શેરીન ઘણા સમયથી ડિપ્રેશનમાં છે. અને મિત્રો સાથેના વિવાદ બાદ તેને બહાર કાઢવાના પ્રથમ પ્રયાસમાં તે બચી ગઈ હોવાનું મનાય છે. અને તદુપરાંત છેલ્લા કેટલાક દિવસોથી તે ડિપ્રેશનમાં હતી, પોલીસે શેરીનના નજીકના મિત્રોના નિવેદનો નોંધ્યા છે. શેરીનનું ઘર કેરળના અલપ્પુઝા જિલ્લામાં હોવા છતાં તે ચક્કરપરમ્બુમાં ભાડાના મકાનમાં રહેતી હતી. પોલીસે અકુદરતી મૃત્યુનો ગુનો નોંધ્યો છે. શેરીનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. આ પહેલા એક મલયાલમ મોડલે આત્મહત્યા કરી હતી અગાઉ, મલયાલમ મોડલ અને અભિનેત્રી સહના તેનો 22મો જન્મદિવસ ઉજવ્યાના બીજા દિવસે તે ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. સહાનાના માતા-પિતાનો આરોપ છે કે તેમની પુત્રીને તેમના પતિ સાજિદ દ્વારા હેરાન કરવામાં આવતી હતી અને તેજ કારણે તેણે આત્મહત્યા કરી હતી. 2021માં, ટ્રાન્સ વુમન રેડિયો જોકી અનન્યા કુમારીએ તેના કોચી એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી લીધી હતી. સમાચાર