હેલ્થ

કરો આ ઘરગથ્થુ ઉપાય ક્યારેય પણ નહિ થઇ સાંધાનો દુખાવો

શિયાળાની ઋતુ શરુ થતા જ ઘણીવાર એવું જોવા મળે છે કે આર્થરાઈટિસ અને સાંધાના દુખાવાની સમસ્યા વધી જાય છે. કેટલાક લોકોને ઘણીવાર એવી પીડા થાય છે કે ઉઠવું અને બેસવું પણ મુશ્કેલ બની જાય છે. જ્યારે એવી સ્થિતિ ઉભી થાય છે ત્યારે સાંધામાં હાજર કોમલાસ્થિ ધીમે-ધીમે ક્ષતિગ્રસ્ત થવા લાગે છે. કેટલાક લોકો આ પીડા માટે દવા પણ લે છે. આ બીમારીને જડથી તો નાબૂદ કરી શકાતી નથી પરંતુ તમે તેને ચોક્કસથી નિયંત્રિણમાં લાવી શકો છો.

વધુ પડતું સેવન કરવાથી શરીરને નુકસાન પહોંચી શકે છે. આવી સ્થિતિમાં તમે ઘરેલું ઉપાય કરી શકો છો. લસણ ફાયદાકારક  લસણની તાસીર ગરમી વાળી હોય છે, જે શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખવા સાથે સાથે સાંધાના દુખાવામાં ઘણી રાહત આપે છે. તેના માટે સૌ પ્રથમ સવારે ખાલી પેટે લસણની ૨-૩ કળી ખાઓ. તમે તેને મધમાં પલાળીને પણ ખાઈ શકો છો.

મેથી પણ ફાયદાકારક મેથીના દાણાને આખી રાત પલાળીને રાખો અને સવારે તે પલાળેલા દાણાનું ખાલી પેટ સેવન કરો. જો તમે ઈચ્છો તો ૨ ચમચી મેથીના દાણાને પાણીમાં ઉકાળીને અને ચાની જેમ પી પણ શકો છો. તેની અસર ગરમ હોય છે, જેના કારણે સાંધાના દુખાવાની સમસ્યામાંથી રાહત મળે છે.

કોથમીર પણ ફાયદાકારક એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર એવી કોથમીર આર્થરાઈટિસમાં પણ ફાયદાકારક છે. આ માટે પહેલા તો ૧ ચમચી આખા ધાણા પાવડરને હુંફાળા પાણીમાં નાખો અને પછી તેનું સેવન કરો. આમ કરવાથી શિયાળામાં સાંધાના દુખાવામાં પણ રાહત મળશે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે.

ખાણીપીણીનું રાખો ધ્યાન રોગને કાબૂમાં લેવા માટે માત્ર ઘરેલું ઉપચાર પૂરતો નથી. તેની રાહત માટે તમારે યોગ્ય આહાર પણ લેવો પડશે. આ માટે આહારમાં લીલા શાકભાજી, ફળો, દૂધ, દહીં, મેથી, લીલોતરી, ફણગાવેલા મૂંગ, ચણા કારેલા, રીંગણ, લીમડો અને એવોકાડો ખાવા જોઈએ.

સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે સાયકલ ચલાવવી, પાણીમાં તરવું, ફરવું, ચાલવું જેવી કસરતો નિયમિતપણે કરો. આના કારણે સાંધા સક્રિય રહેશે અને તેમાં દુખાવા નહીં થાય અને રાહત નહી મળે. આ સિવાય અલગ અલગ આસન કરવા જોઈએ. જેમ કે, તાડાસન, વિરભદ્રાસન અને દંડાસન જેવા યોગને દિનચર્યાનો ભાગ બનાવો જેથી તમને સાંધાના દુખાવામાં રાહત મળે.

દુ:ખાવામાંથી રાહત મેળવવા માટે કોઈપણ ઓર્ગેનિક તેલને પહેલા ગરમ કરો અને તેને અસરગ્રસ્ત વિસ્તાર પર માલિશ કરો. તેનાથી દુ:ખાવાની સમસ્યા ઓછી થશે અને ટિશ્યુઝમાંથી ઝેરી તત્વો પણ બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *