સમાચાર

હૉરર મૂવી જોયા પછી 8 વર્ષના બાળકે ઢીંગલીને ફંદા પર લટકાવી દીધી અને પછી પોતે પણ લટકી ગયો…

મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા પિંપરી ચિંચવડમાં એક હ્રદયદ્રવાક ઘટના સામે આવી ગઈ છે. અહીં એક ૮ વર્ષના બાળકે મોબાઈલ ફોનમાં હોરર ફિલ્મ જોઈ હતી, ત્યારબાદ સીનને રીક્રિએટ કરવાના પ્રયાસમાં ફાંસી લગાવી અને પોતાનો જીવ આપી દીધો હતો. ખાસ તો એ છે કે બાળકે પહેલા જ પોતાની ઢીંગલીને ફાંસી આપીને પછી તેને આવું જીવલેણ પગલું ભરી લીધું.

સોમવારના રોજ સાંજે આ ઘટના પિંપરી ચિંચવાડના થેરગાવ વિસ્તામાં બની ગઈ છે. ૮ વર્ષનો સૂરજ માતા-પિતા અને ભાઈ, બહેનની સાથે રહેતો હતો. આ ઘટના સમયે તેની મમ્મી રસોડામાં કામ કરી રહી હતી. ભાઈ અને બહેન બેસીને ભણી રહ્યા હતા. બાળક રૂમમાં એકલો જ હતો અને મોબાઈલ ફોનમાં હોરર ફિલ્મ જોતો હતો.

ઢીંગલીને લટકાવી અને પહેલાં તેનું મોઢું ઢાંકી દીધું હતું આ બાળક તેની બહેનના રૂમમાંથી પહેલાં એક ઢીંગલી લઈ આવ્યો હતો. તેના મોઢા પર કાળું કપડું મૂકી અને તેને લટકાવી દીધી હતી. જે બાદ તેને બારી સાથે બાંધેલું દોરડું પોતાના ગળામાં બાંધી દીધું અને બેડ પરથી કૂદી ગયો હતો. દોરી થોડી નાની હતી તેથી તેનો પગ જમીન સુધી પહોંચી ન શક્યો અને શ્વાસ રુંધાવાના કારણે ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું.

બાળકે મરતાં પહેલાં પોતાનું મોઢું પણ કપડાંથી ઢાંકી દીધું હતું બાળકની માતાએ એવું જણાવ્યું હતું કે- હું ઉપર મારું કામ કરી રહી હતી. બાળક નીચે રૂમમાં રમી રહ્યો હતો. મેં નીચે આવી અને જોયું તો તે સુતેલો હતો અને તેના મોઢા પર કપડું બાંધેલું હતું. કપડું હટાવ્યું અને મને તેના ગળામાં ફંદો જોવા મળ્યો. તેનું શરીર ખુબ જ ઠંડુ પડી ગયું હતું.

સીનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સત્યવાન માનેના જણાવ્યા પ્રમાણે- અમને તે વાતની જાણકારી મળી ગઈ હતી કે એક બાળકે ફંદા પર લટકી અને સુસાઈડ કરી લીધું હતું. જે બાદ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેના મોતની પુષ્ટિ કરવામાં આવી. બાળકના પિતા આ સોસાયટીમાં જ ચોકીદાર છે. માતા ઘરોમાં ખાવાનું બનાવવાનું અને સાફ-સફાઈનું કામ કરતી હોય છે.

બાળકની માતાના જણાવ્યા પ્રમાણે, તે કામ પૂરું કરી અને જ્યારે બાળકને શોધતી રુમમાં પહોંચી તો તે ત્યાં લટકી ગયો હતો. તેને તેની માતાએ જ નીચે ઉતાર્યો અને હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં ડોકટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. હાલ પોલીસે આ કેસને આત્મહત્યાનો કેસ ગણાવી અને તપાસ ચાલુ કરી દીધી છે. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઈ જશે કે મોતનો કોઈ બીજો એન્ગલ તો નથી ને.

Leave a Reply

Your email address will not be published.