સમાચાર

ગૃહિણીઓનું બગડ્યું બજેટ, સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ આસમાને

ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ બગડી શકે છે. રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઉછાળો નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી કપાસિયા તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસમાં સીંગતેલના ભાવમાં રૂ.15 અને કપાસિયાના ભાવમાં રૂ.35નો વધારો થયો છે.

ભાવ વધારા બાદ સિંગુલમ તેલના એક ડબ્બાનો ભાવ રૂ. 2,295 હતો જ્યારે કપાસિયા તેલના એક ડબ્બાની કિંમત રૂ. 2,160 હતી. સૂર્યમુખી, મકાઈનું તેલ અને વનસ્પતિ ઘી સહિતની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. વેપારીઓના મતે સીંગતેલના ભાવમાં હજુ વધારો થવાની શક્યતા છે. જો સીંગતેલના ભાવમાં વધારો થશે તો તેની અસર કપાસિયા અને તલના તેલમાં જોવા મળશે.

સીંગતેલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે લોકોને ચાલુ સિઝનમાં મોંઘું તેલ ખરીદવું પડે છે. બીજી તરફ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે. સોયાબીન તેલની ઉપલબ્ધતા ઘટવાને કારણે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડે છે.

Leave a Reply

Your email address will not be published.