હેલ્થ

એકદમ ફટાફટ ઘટશે વજન બસ સવારે ખાલી પેટે પીઓ આ પાણી

આપણી બગડતી લાઇફસ્ટાઇલને કારણે, માથાનો દુખાવો, કમરનો દુખાવો, પેટના દુખાવાની સમસ્યા આજકાલ ખાસ કરીને મહિલાઓમાં તો સામાન્ય થઇ ગઈ છે. મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન, મેનોપોઝ દરમિયાન અને ૩૦ પછી સ્ત્રીઓમાં આ સમસ્યાઓ ઘણી વધુ જોવા મળે છે. પરંતુ, આ બધી જ સમસ્યાઓનું સમાધાન તમારા જ રસોડામાં છુપાયેલું છે.

અમે વાત કરી રહ્યા છીએ મેથીના દાણા વિશે, તેનો ઉપયોગ દાળ અને શાકભાજીનો સ્વાદ અને સુગંધ વધારવા માટે થાય છે. મેથીમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, ઝિંક, ફોસ્ફરસ, પોટેશિયમ, મેંગેનીઝ, વિટામિન સી-બી, સોડિયમ, કાર્બોહાઇડ્રેટ્સ જેવા ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જે આપણા સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.

માત્ર મેથીના દાણા જ ગુણકારી નથી, પરંતુ તેના મૂળ અને પાંદડા પણ દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આજે અમે તમને મેથી દાણાનું પાણી બનાવવાની રીત જણાવીશું. જો તમે આ ઉપાય એકવાર અજમાવશો તો તમને ફરી ક્યારેય કોઈ સમસ્યા નહીં થાય. આવો અમે તમને જણાવીએ કે મેથીનું પાણી કેવી રીતે બનાવવું અને કેવી રીતે પીવું…

સૌ પ્રથમ સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવો, જેનાથી તમને થશે આ ૬ મોટા ફાયદા મેથીનું પાણી કેવી રીતે બનાવવું? આ માટે તમારે કોઈ વધુ મહેનત કરવાની જરૂર નથી. માત્ર ૧ થી ૧/૨ ચમચી મેથીના દાણાને ૧ ગ્લાસમાં નવશેકું પાણી લઇ તેમાં આખી રાત પલાળી રાખો. સવારે તેને ગાળી લો અને તેમાં મધ મિક્સ કરીને તેને પીવો. જો તમે ઈચ્છો તો મેથીના દાણાને બાદમાં ખાઈ શકો છો. તેનાથી શરીરમાં રહેલા તમામ બિનજરૂરી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.

ચાલો જાણીએ મેથીના દાણાનું પાણી પીવાથી શું ફાયદા થાય છે… વજન ઘટાડવા : મેથીનું પાણી ખાલી પેટ પીવાથી મેટાબોલિઝમ ખુબ વધે છે અને પાચન પણ સારી રીતે થાય છે. આ વજન ઘટાડવામાં ઘણી મદદ કરે શકે છે. હૃદયને સ્વસ્થ રાખો : તે આપણા શરીરના કોલેસ્ટ્રોલને ખૂબ જ ઝડપથી ઘટાડી દે છે અને જેના કારણે લોહીનો પ્રવાહ પણ યોગ્ય રહે છે. આનાથી હૃદયની બીમારીઓનું જોખમ ખુબ જ ઓછું થઇ જાય છે.

શુગરને નિયંત્રિત કરવા : ડાયાબિટીસના જે દર્દીઓ છે તેના માટે મેથીનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક અને ગુણકારી છે કારણ કે તે શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. સારા પાચન : તે પાચનતંત્રને યોગ્ય રાખે છે, જેથી તે એસિડિટી, કબજિયાત અને પેટનું ફૂલવું જેવી ઘણી સમસ્યાથી રાહત આપે છે. સાંધાનો દુખાવો : જો તમે દરરોજ ૧ કપ મેથીનું પાણી પીશો તો તમને સાંધાના દુખાવા, કમર અને ઘૂંટણના દુખાવાની સમસ્યાથી રાહત મળી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *