પતિ-પત્નીએ દવાખાને આવીને કહ્યું કે, “પેટમાં છોકરો કે છોકરી અમારે જોવરાવું છે”, અને પછી તો જે થયું તે જાણીને તમારી આંખો રાતી ચોળ થઈ જશે…
આજકાલના સમયમાં દિન પ્રતિ દિન ગેરકાયદેસર ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને પૈસા કમાવાના અવનવા કીમિયાઓ ખૂબ જ વધી ગયા છે. ઘણા બધા લોકો બે નંબરી ધંધા કરે ઓછા સમયમાં વધારે પૈસા કમાવાની લાલચ ધરાવી રહ્યા છે. અત્યારે એક એવી ઘટના સામે આવી છે કે, જાણીને તમે પણ કહેશો કે આ કળિયુગની અંદર મગજની પથારી ફેરવી નાખે તેવા બનાવો..
પાછળ જોડાયેલા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. હકીકતમાં ગેરકાયદેસર રીતે પેટની અંદર પરીક્ષણ કરનારની કામગીરી ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. પરંતુ કેટલાક લોકો અવનવા કીમીયાવો અપનાવીને ચોરી છુપાઈ પરીક્ષણ જરૂર રાખે છે. અને મોઢે માંગ્યા પૈસા કમાતા હોય છે.
આવા જ લોકોની પોલ ખુલ્લી પડવા માટે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે કાયદેસરની કાર્યવાહી ચલાવી હતી અને એવું છટકું ગોઠવી નાખ્યું કે, આ ઘટનાની પાછળ જોડાયેલા ડોક્ટરને પકડી પાડવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી પોલીસને બાતમી મળતી હતી કે છબીલદાસ રોડ ઉપર આવેલી એક સોસાયટીના રહેણાંક મકાનની અંદર એક ડોક્ટર અને તેની સાથે રહેલી એક અન્ય યુવતી બંને ભેગા મળી ગેરકાયદેસર રીતે પરીક્ષણ કરી રહ્યા છે..
અને આ પરીક્ષણના મારફતે તેઓ અઢળક રૂપિયા કમાઈ રહ્યા છે. આ બાતમી મળતાની સાથે જ પોલીસેએ વિસ્તારની અંદર પહેરો જમાવી દીધો હતો અને દરેક નાનાથી નાની ચીજ વસ્તુઓ ઉપર પણ ધ્યાન રાખીને મોનિટરિંગ કરવામાં આવતું હતું. એક દિવસ મોકો મળતાની સાથે જ આ મકાન પાસે પોલીસે એક પતિ અને પત્નીને ડમી ગ્રાહક બનાવીને ત્યાં મોકલ્યા હતા..
આ પતિ અને પત્ની આ મકાન પાસે આવી પહોંચી અને તે ડોક્ટરને જણાવ્યું કે, તેઓ તેમની પત્નીના પેટનું પરીક્ષણ કરાવવા માંગે છે. અને જાણવા માંગે છે કે, તેના પેટની અંદર છોકરો છે કે છોકરી..? ડોક્ટરએ શરૂઆતમાં તો આ બંને પતિ પત્નીને ગોળ ગોળ ફેરવવાનું શરૂ કર્યું હતું. પરંતુ જ્યારે આ પતિ પત્નીએ ડોક્ટરને વિશ્વાસ આપ્યો કે, તેઓ તેમના નજીકના જ એક સંબંધી છે..
અને તેમને આ પરીક્ષણની ખૂબ જ ખાસ જરૂર પડી ગઈ છે. ત્યારે ડોક્ટરે પરીક્ષણ કરવાની હા પાડી હતી અને રહેણાંક મકાનના ઉપરના માળે લઈ જવામાં આવ્યા જ્યાં મશીનરી પણ ગોઠવવામાં આવી હતી અને ત્યાં તેનું પરીક્ષણ શરૂ કરવામાં આવી જ રહ્યું હતું, એ સમય દરમિયાન પોલીસની મોનિટરિંગ ટીમોએ આ મકાન ઉપર છાપો માર્યો હતો અને આ કામગીરી શરૂ થાય એ પહેલા જ આ ડોક્ટરને પકડી પાડવામાં આવ્યો છે..
આ ડોક્ટરનું નામ નયન હોવાનું સામે આવ્યું છે. તેણે વિદેશથી આ મશીન મંગાવ્યું હતું અને તેની સાથે સાથ આપનાર એક મહિલાનું નામ બીના હોવાનું સામે આવ્યું છે. તે અન્ય વ્યક્તિને પોતાનું નામ મીરા તરીકે જણાવતી હતી અને તે ગ્રાહકોને શોધીને આ ડોક્ટર પાસે લઈ આવતી હતી. ત્યારબાદ તેનું પરીક્ષણ કરવામાં આવતું હતું..
આ પરીક્ષણ કરવા માટે અંદાજે 15000 રૂપિયા જેટલો ખર્ચને વસૂલ કરવામાં આવતો હતો. જ્યારે વધારે તપાસ મેળવવામાં આવી ત્યારે ખબર પડી કે 20 જેટલા કેસની અંદર તો પરીક્ષણ કર્યા બાદ અંદર રહેલા જીવને મોતને ઘાટ પણ ઉતારી દેવામાં આવ્યું છે. આ ઘટના આટલી બધી ચોંકાવનારી સાબિત થઈ છે કે, જેને સાંભળ્યા બાદ સૌ કોઈ લોકોની આખો રાતીચોળ થઈ ગઈ છે..
ડમી ગ્રાહક બનીને આવેલા પતિ પત્નીએ મકાનની અંદર બનાવેલા દવાખાનામાં આવીને કહ્યું હતું કે, પેટમાં છોકરો છે કે છોકરી અમારે તમારી પાસે જોવરાવુ છે અને ડોક્ટરે જોવાની કામગીરી શરૂ પણ કરી દીધી હતી. પરંતુ પોલીસના ગોઠવેલા છટકા પ્રમાણે તેને પકડી પાડવામાં આવ્યો છે..
રંગે હાથે ઝડપાઈ જતા તેણે તેનો ગુનો કબૂલ કરી લીધો હતો અને પોલીસની સામે ઢીંગલી બનીને દરેક વાતચીત જણાવવા લાગ્યો છે. હાલ નયન નામનો ડોક્ટર તેમજ તેની સાથે રહેલી અન્ય એક મહિલા બંને વ્યક્તિ સામે કાયદેસરનો ગુનો નોંધીને તપાસ ચલાવવામાં આવી રહી છે. દીન પ્રતિ દિન આવી હચમચાવી દેતી ઘટનાઓ ખૂબ જ વધવા લાગી છે..
જે આવનારા સમયમાં પડકારરૂપ પ્રશ્ન સાબિત થઈ શકે છે, આવી ગુનાખોરીની પ્રવૃત્તિઓને અટકાવવા માટે શહેરનું પોલીસ તંત્ર ખૂબ જ સજાગ રહીને સતર્કતાથી કામ કરી રહ્યું છે. છતાં પણ કેટલાક લોકો પોલીસને પણ ચકમો આપીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. પરંતુ તેમની આ પ્રવૃત્તિઓ લાંબો સમય સુધી ટકી શકતી નથી..
અને તેમના કાળા કારનામાનો પડદા પર એકની એક દિવસે જરૂર થઈ જતો હોય છે. આવી પ્રવુતિઓ સાથે ક્યારેય જોડાવું પણ ન જોઈએ અને આવી પ્રવુતિઓમાં સામેલ થવાનો વિચાર પણ ન કરવો જોઈએ. કારણ કે આ એક ગેરકાયદેસર પ્રવુતિ છે. એક ઈજ્જતદાર અને ઈમાનદાર નાગરિક તરીકે કાયદાનું પાલન કરવું જોઈએ..