‘મેં મારી પત્નીને મારી નાખી છે’ તેમ પતિએ પોલીસને ફોન કરીને કહેતા જ પોલીસે ઘરે આવીને જોયું તો, જોઇને પોલીસ હચમચી ગઈ..!!!

આજના સમયમાં પરિવારમાં રહેતા પતિ-પત્ની પોતાની નાની નાની વાતને લઈને ઝઘડાઓ કરી રહ્યા છે. આપણને આપણી આસપાસના વિસ્તારમાં જ ઘણા બધા આવા કિસ્સાઓ જોવા મળે છે. હાલમાં હરજીપુર ગામમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગામમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની નાની નાની વાતોને લઈને ઝઘડાઓ કરતા હતા.

પરિવારમાં રહેતા પતિ હોશિયાર સિંહના લગ્ન સાકીપુર ગામની રહેવાસી પરિવારની દીકરી સાથે થયા હતા. દીકરીનું નામ પ્રિયા હતું. તેઓ નોઈડા જિલ્લાના સાથીપુર ગામમાં ઘણા સમયથી રહેતા હતા. પોતાના પરિવાર સાથે હરજીપુર ગામમાં રહે છે. બંનેના લગ્ન થયા તેને ઘણા વર્ષો થઈ ગયા હતા.

પરંતુ બંને વચ્ચે હજુ પણ નાની-નાની વાતને લઈને ઝઘડાઓ થતા હતા. બંને એકબીજાને સંબંધને સમજવા માંગતા ન હતા. અને હોશિયાર અને પ્રિય વચ્ચે અણબનાવ ચાલતો હતો. જેના કારણે પ્રિયા ખૂબ જ કંટાળી ગઈ હતી. તેણે એક વર્ષ પહેલાં હોશિયારનું ઘર છોડી દીધું હતું. અને તે પોતાના પિયરમાં રહેવા જતી રહી હતી.

બંનેને લગ્ન જીવન બાદ 2 બાળકો છે. જેમાં એક દીકરો અને દીકરી છે. દીકરો સાત વર્ષનો છે અને દીકરી ત્રણ વર્ષની છે. બંને પોતાના બાળકોની ચિંતા નહોતી. બંને બાળકોનું ન વિચારીને પોતાની વાતને લઈને ઝઘડાઓ કરતા હતા. જેના કારણે પ્રિયા પિયરમાં પોતાના બાળકો સાથે રહેતી હતી પરંતુ હોશિયાર સિંહ તેને મનાવીને પોતાના સાથે રહેવા કહ્યું હતું.

જેના કારણે પ્રિયા પોતાના પિયર અને સાસરીયા પક્ષની વાતચિત થયા બાદ ઘરે પરત આવી હતી અને ત્યારબાદ તે પોતાના પતિ સાથે રહેવા લાગી હતી પરંતુ બંને વચ્ચે હજુ પણ અણબનાવ ચાલતો હતો. જેના કારણે એક દિવસ કંટાળેલા હોશિયાર સિંહને પોતાની પત્ની સાથે કોઈ વાતને લઈને ઝઘડો કર્યો હતો.

તે સમયે પ્રિયાએ ફરી પોતાના પિયરીએ જવાનું કહ્યું હતું અને તે પોતાની સાથે બંને બાળકોને લઈને જશે પરંતુ હોશિયાર સિંહ તેમના બાળકોને પોતાની પાસે જ મૂકીને ઘર છોડીને જવાનું કહેતો હતો. પરંતુ પ્રિયા આ વાતે સહમત નહોતી. જેના કારણે હોશિયાર સિંહને ગુસ્સો આવતા તેમને પ્રિયાનું દુપટ્ટાથી ગળુ દાબીને પતાવી દીધી હતી.

ત્યારબાદ તે પોતાની પત્નીના મૃતદેહ પાસે બેસીને રડી રહ્યો હતો અને તેમણે જાતે જ ત્યારેને ત્યારે જ પોલીસને ફોન કરીને જણાવ્યું કે તેણે પોતાની પત્નીને મારી નાખી છે અને તેણે ગુનો કર્યો છે તેમ કહ્યું હતું. જેના કારણે પોલીસ માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચી હતી અને હોશિયાર સિંહની ધરપકડ કરી હતી.

પ્રિયાના પરિવારના લોકોને પ્રિયાના મૃત્યુની જાણ થતા જ પ્રિયાના પિતાએ હોશિયાર સિંહ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી. હોશિયાર સિંહને પોતાની પત્નીને મારી નાખીને પસ્તાવો થયો હતો. જેના કારણે તેમણે પોલીસને સામેથી પોતાની પત્નીને મારી નાખી છે તેમ જણાવી દીધું હતું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *