જાણવા જેવુ ધાર્મિક રાશિ ભવિષ્ય

જિંદગી ભર પસ્તાવું પડેશે જો નહાતી વખતે કરશો આવી ભૂલ…

નહાવાનું એ એક નિત્યક્રમ છે કે જે કર્યા પછી દરેક વ્યક્તિ સ્વચ્છ લાગે છે. આધુનિક યુગમાં સ્નાન ઘણું ખરું બદલાયું છે. પહેલાં, જ્યાં લોકો ખુલ્લામાં, નદીમાં, તળાવમાં સ્નાન કરતા હતા, હવે તેઓ સ્નાન માટે આધુનિક સ્નાનગૃહો બનાવતા થયાં છે, જે સંપૂર્ણ ગુપ્ત રહે છે.આપણામાંના મોટાભાગના લોકો સંપૂર્ણ વસ્ત્ર ઉતારીને નહાવાનું પસંદ કરે છે જે પ્રાકૃતિક અને સામાન્ય છે. પરંતુ ગરુડ પુરાણ મુજબ વ્યક્તિએ ક્યારેય નગ્ન નહાવું જોઈએ નહીં. નહાતી વખતે તેના શરીર પર એક કપડું તો હોવું જ જોઈએ.

સનાતન ધર્મમાં પણ રૂષિમુનિઓએ સ્નાન વિશે ઘણી વાતો કહી છે. આજની આ પોસ્ટમાં, આપણે નહાવા વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરીશું.ગુરુદપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે સ્નાન કરતી વખતે તમારા પૂર્વજો તમારી આસપાસ હોય છે અને કપડા નિ ઉપર પડતું પાણી તે મેળવે છે, જેથી તેમની તૃપ્તિ થાય છે. નગ્ન સ્નાન કરવાથી, પૂર્વજો ગુસ્સે થઈ જાય છે, જેના કારણે વ્યક્તિના વ્રત, શક્તિ, પૈસા અને સુખનો નાશ થાય છે. તેથી, કોઈ માનવી એ ક્યારેય નગ્ન નહાવું જોઈએ નહીં. જે તેમનાં માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

શું તમે જાણો છો સ્નાન કરતી વખતે શરીરના કયા ભાગને પહેલા પાણીયુક્ત કરવું જોઈએ? ના, તો ચાલો અમે તમને જણાવીએ. સનાતન ધર્મ અનુસાર, સ્નાન કરતી વખતે વ્યક્તિએ પહેલા તેના પગ પર પાણી રેડવું જોઈએ. પગથી પ્રારંભ કરીને, તમારી જાંઘ પર અને પછી પેટ અને અન્ય ભાગોમાં પાણી નાખવું જોઈએ. આનો અર્થ એ કે સ્નાન તળિયેથી શરૂ થવું જોઈએ અને પછી ઉપર લઈ જવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ કરવાથી વ્યક્તિને માનસિક શક્તિ મળે છે અને તાણથી રાહત પણ મળે છે. ખરેખર, માથાનો ભાગ આપણા શરીરમાં સૌથી ગરમ હોય છે અને પગનો ભાગ સૌથી ઠંડો છે.

તેથી જ્યારે આપણે સ્નાન કરતી વખતે માથા પર પાણી રેડિયો ત્યારે શરીરનું તાપમાન અચાનક નીચે આવે છે. જ્યારે શરીરનું તાપમાન નીચે આવે છે, ત્યારે અચાનક શરીરમાં લોહીનો પ્રવાહ પણ ઓછો થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આને કારણે ક્યારેક કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હોય છે. આરોગ્યની દ્રષ્ટિએ તેને યોગ્ય માનવામાં આવતું નથી. તેથી, સ્નાન કરતી વખતે કોઈએ ક્યારેય સીધા માથા પર પાણી રેડવું જોઈએ નહીં. હંમેશા પગથી પાણી રેડી નહાવાનું શરૂ કરવું અને અંતે માથામાં પાણી રેડવું જોઈએ. વળી, સ્નાન કરતી વખતે હંમેશા મંત્રનો જાપ કરવો જોઈએ. આ કરવાથી નહાવાનું પાણી શુદ્ધ બને છે. 

મંત્ર નીચે મુજબ છે
गंगे च यमुने चैव गोदावरि सरस्वतिI
नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् सन्निधिं कुरुII

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *