સમાચાર

શું ગુજરાતમાં ત્રીજી લહેરે દસ્તક દઇ દીધી? આખરે ક્યાં નોંધાયેલા સૌથી વધુ કેસ?

ફરી એક વખત ગુજરાતમાં કોરોના બેકાબુ બનશે અને ફરી એક વખત અમદાવાદ સૌથી વધુ કેસો નોંધાવનાર હોટસ્પોટ બને તો નવાઇની વાત નથી સૌથી ચિંતાજનક વાત એ છે કે ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 500થી વધુ કેસો નોંધાયા છે અને રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 3000 ની નજીક પહોંચી ગયો છે.

જેમાં અમદાવાદમાં ફરી એક વખત સૌથી વધુ કેસો નોંધાયા છે હવે તો લોકોને એવું થઈ રહ્યું છે કે આ કોરોના મહામારી નો અંત ક્યારે આવશે પરંતુ અત્યારે ઉલ્ટુ થઈ રહ્યું છે જેમાં આ મહામારીના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે ગુજરાતમાં કોરોના ના કેસ નો રાફડો ફાટયો છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ગુજરાતમાં ૬૫૪ કેસ નોંધાઇ ચુક્યા છે જોકે સદનસીબે એક પણ વ્યક્તિનું મોત થયું નથી.

તો ગુજરાતમાં રિકવરી રેટની વાત કરીએ તો 98.4 ટકાએ પહોંચ્યો જશે  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 63 દર્દીઓ સાજા થયા છે જ્યારે વાત કરી અમદાવાદ કોર્પોરેશન વિસ્તારની તો જ્યાં સૌથી વધુ 311 કેસ નોંધાયા છે 15 ડિસેમ્બર પછી ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થવા લાગ્યો છે જેમાં છેલ્લા સાત દિવસની વાત કરવામાં આવે તો મોટા પ્રમાણમાં દૈનિક કેસમાં ઉછાળો આવ્યો છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ગુજરાતમાં નોંધાયેલા કેસની તો સૌથી વધુ અમદાવાદ 311 કેસ નોંધાયા છે.

ત્યારે સુરત કોર્પોરેશન વિસ્તારમાં 97 કેસ નોંધાયા છે વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 38 રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં ૨૧ કેસ નોંધાયા છે આ ઉપરાંત આણંદમાં ૨૧ કેસ નોંધાયા છે  સુરત ગ્રામ્ય વિસ્તારમાં 19 કેસ નોંધાયા છે ખેડામાં 13 જામનગર કોર્પોરેશન વિસ્તારમાં 12 કેસ નોંધાયા છે કચ્છમાં 12 રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 11 વલસાડમાં 11 અને નવસારીમાં 10 કેસ નોંધાયા છે.

છેલ્લા ૩૧ દિવસ ની વાત કરવામાં આવે તો કોરોનાએ કુલ ૨૬ લોકોનો ભોગ લઈ લીધો છે જ્યારે એક મહિનામાં રાજ્યમાં દૈનિક કેસોમાં 16 ગણો ઉછાળો આવ્યો છે  આ ઉપરાંત દૈનિક કેસ પણ 11 ગણા વધી ગયા છે ગત ૩૦મી નવેમ્બરના રોજ દૈનિક કેસનો આંકડો 40 હતો જે હવે વધીને ૬૫૪ સુધી પહોંચી ગયો છે. જ્યારે એક્ટીવ કેસનો આંકડો 275 હતો તે હવે વધીને 2962 સુધી પહોંચી ગયો છે આમ આંકડાઓ પરથી લાગી રહ્યું છે કે ગુજરાતમાં ત્રીજી લહેરે જાણે દસ્તક દઈ દીધી હોય પરંતુ અહીં સારી વાત એ છે કે આ વખતની લહેર બીજી લહેર જેટલી ઘાતક નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *