ઈન્ડીગોમાં મુસાફરી દરમિયાન બેગ બદલાઇ ગઇ, સાઇટ હેક કરી જાતે શોધ્યો પોતાનો સામાન, કંપનીએ આપી સ્પષ્ટતા…

મુસાફરી દરમિયાન મોટાભાગે લગેજ ખોવાઇ જતા હોય છે અથવા તે કોઇ મુસાફર સાથે બદલાઇ જવાની પણ સમસ્યા સાંભળવા મળતી હોય છે. એવામાં મુસાફર કસ્ટમર કેર સેન્ટરમાં કોલ કરતા હોય છે. પરંતુ મોટાભાગના કેસમાં કસ્ટમર કેર સેન્ટર મુસાફરોને પોતાની સર્વિસથી કોઈ પણ પ્રકારનો સંતોષ આપી શકતી નથી, પછી મુસાફરો પાસે કોઇ પણ બીજો રસ્તો બચતો નથી. એવામાં એક મામલામાં મુસાફરે એવું કઈક કરી બતાવ્યું જેના વિશે કોઇએ સપનામાં પણ વિચાર્યું નહી હોય. મુસાફરે પોતાનો સામાન શોધવા એરલાઇનની આખી વેબસાઇટ જ હેક કરી નાખી હતી. તો ચાલો આવો તમને જણાવીએ કે આ મુસાફર અને તેના હેકિંગ વિશે શું બન્યું હતું.

મુસાફરી દરમિયાન સમાન બદલાઇ ગયો હતો સોફ્ટવેર એન્જીનિયર નંદન કુમાર ઈન્ડીગોની ફ્લાઇટમાં પટનાથી બેંગલુરૂની મુસાફરી કરી રહ્યા હતા. યાત્રા પુરી કર્યા પછી જ્યારે તે પોતાના ઘરે પહોંચ્યો તો તેની પત્નીએ તેનું બેગ જોઇને કહ્યું કે આ કોઇ બીજાની બેગ છે આપણી નથી. નંદનની બેગ બીજા મુસાફર સાથે ફ્લાઈટમાં અથવા તો એરપોર્ટ પર બદલાઇ ગઇ હતી.

કસ્ટમર કેર સર્વિસને જાણકારી આપી નંદને પોતાની બેગ બદલાઇ જવાની જાણકારી ઈન્ડીગો કસ્ટમર સર્વિસને આપી હતી. કસ્ટમર કેર સેન્ટરે નંદનને તેની બેગ વિશે કોઇ જાણકારી મેળવી આપી નહી. નંદને બેગ ખોવાઇ જવાની અને પછી તેને શોધવાની સમગ્ર ઘટના વિશે બધું જ ટ્વિટર પર જણાવ્યું છે.

એરલાઇન કંપની પાસેથી કોઈ પણ પ્રકારની મદદ નહિ નંદને એરપોર્ટ પરથી ઘરે પહોંચ્યા બાદ તરત જ પત્નીને બેગ પકડાવી દીધી. પત્નીએ જણાવ્યું હતું કે બેગના બેસમાં લોક નથી. આ બેગ આપણી નહિ બીજાની છે. ત્યારબાદ એરલાઇનની કસ્ટમર સર્વિસ પાસે જ્યારે કોઈ પણ મદદ ન મળી તો તેમણે ઇન્ડીગોની વેબસાઇટને હેક કરવાનું વિચાર્યું હતું.

એરલાઈનની વેબસાઈટ હેક કરી લીધી નંદને એરલાઈનની વેબસાઇટના ડેવલોપર કંસોલને ઓપન કરી અને નેટવર્ક લોગ રેકોર્ડ ફંફોળ્યો હતો. થોડીવાર પછી તેને તે યાત્રી વિશે ખબર પડી ગઈ જેની સાથે તેની બેગ બદલાઇ ગઇ હતી. તેણે મુસાફરના કોન્ટેક્ટ ડિટેલ્સ એક નેટવર્ક રિસ્પોન્સ દ્રારા મળી હતી.

નંદન કુમારે ઇન્ડીગોને સલાહ આપી નંદને એવું જણાવ્યું કે તેમની બેગ જે મુસાફર સાથે બદલાઇ ગઇ હતી તે તેના ઘરની બાજુમાં જ રહેતો હતો. નંદને યાત્રીનો સંપર્ક કર્યો હતો અને તેની બેગ એક્સચેંજ કરી લીધી. બેગ મળ્યા બાદ નંદન કુમારે એરલાઇન કંપનીને સલાહ આપી કે તમારી કસ્ટમર સર્વિસને ખુબ જ સુધારવાની જરૂર છે. કંપનીને આઇવીઆર ફિક્સ કરવાની પણ જરૂર છે. સાથે જ કસ્ટમરનો કોઈ પણ ડેટા લીક ન થાય તેના માટે વેબસાઇટને સૌથી પહેલાં ફિક્સ કરવાની પણ જરૂર છે.

ઈન્ડીગોએ નંદનને ખોટું જણાવ્યું હતું? નંદને જણાવ્યું હતું કે એરલાઇન કંપનીએ કસ્ટમર સર્વિસને એવો દાવો કર્યો હતો કે બેગ માટે સંબંધિત મુસાફરને ત્રણવાર કોલ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે નંદને એરલાઇન કંપનીનો કોલ વિશે પેલા મુસાફરને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ઇન્ડીગો તરફથી તેમને એક પણ કોલ આવ્યો ન હતો.

Leave a Reply

Your email address will not be published.