સોશિયલ મીડિયા પર પ્રેમ થયો ને બાદમાં મહિલા ભાગીને લગ્ન કરી લીધા, અત્યારે મહિલાની હાલત એવી થઇ ગઈ કે…

ઇન્સ્ટાગ્રામ પર ભાવનગર મહુવાના એક યુવક સાથે પ્રેમ થયા બાદ પરિવારની મરજી વિરુદ્ધ ભાગી અને મંદિરમાં જઈને લગ્ન કરનારી સુરત નાના વરાછાની એક યુવતીએ આઠ મહિના પછી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દગાબાજ પતિ પત્નીને છૂટાછેડા આપતો નથી અને એસિડ એટેકની ધમકીઓ આપતો હોવાનું પણ પત્ની દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યુ છે. ત્યારે બીજી તરફ પતિએ પત્ની વિરુદ્ધ ભાવનગરના મહુવા પોલીસ મથકમાં પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે

સોશિયલ મીડિયા પરથી પ્રેમસંબંધ બંધાયા બાદ ભાગી અને લગ્ન કરનાર પતિ-પત્નીએ એકબીજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી માતા વાડી ખાતે વર્ષા સોસાયટીમાં રહેતી જાગૃતિ વધે વલ્લભભાઈ ખાંભલીયા મૂળ ભાવનગરના તળાજાના વતની છે. અને લાંબા સમયથી સુરતમાં જ વસે છે.

આઠ મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર વિશાલ નાગજીભાઈ સોલંકી જે મુળ લોગડી મહુવા તાલુકાના ભાવનગરનો રહેવાસી સાથે પરિચય થઈ ગયો હતો. ઈન્સ્ટાગ્રામ પર ભેગા થયેલા બંને વચ્ચે પ્રેમ થઈ જતા વિશાલ પોતે સુખી સંપન્ન પરિવારનો હોવાની વાતો કરતો હતો ત્યારબાદ બંને લોકોએ ભાગીને કામરેજ ખાતે કાળભૈરવ દાદા ના મંદિરમાં લગ્ન કરી લીધા હતા.

ત્યારબાદ તેઓ સચીન જીઆઇડીસીમાં કોઈ ખાતામાં બે દિવસ રોકાયા પણ હતા. આ દરમિયાન જાગૃતિને એવું જાણવા મળ્યું હતું કે વિશાલ ખોટા સપના દેખાડી રહ્યો છે અને તેની પાસે કોઇ પણ મિલકત નથી. તેથી તેને પોતાના પિતાને કોલ કરી અને પિયર રહેવા માટે આવી ગઈ હતી. અને ત્યારબાદ તેને વિશાલ પાસે છૂટાછેડાની માંગણી પણ કરી હતી જોકે વિશાલ છૂટાછેડા આપતો ન હતો અને જાગૃતિએ એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી દીધો હતો.

વીડિયોમાં કાલે જ દગો કરી લગ્ન કર્યા છે અને એસીડઅટેક કરવાની ધમકી આપે છે. તેવું બોલતી આ મહિલા સંભળાય રહી છે. જોકે આ યુવતીએ પોતાના પતિ વિરુદ્ધ એસિડ એટેકની ધમકી સાથે પતિ ડરાવતો અને ધમકાવતો હોવાની ફરિયાદ સુરતના વરાછા પોલીસ મથકમાં નોંધાવી છે.

ત્યારે બીજી બાજુ ૧૭મીના રોજ જાગૃતિ એ ધમકી આપી હતી કે તે જે ચિઠ્ઠી મોકલી છે. તેના આધારે મેં વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દીધી છે. ત્યારે વિશાલે પણ ભાવનગરના મહુવા પોલીસ સ્ટેશનમાં જઈ અને પત્ની જાગૃતિ ખોટી રીતે બદનામ કરતી હોવાની ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

Leave a Reply

Your email address will not be published.