બોલિવૂડ

ઇશા ગુપ્તા આ ફોટા તો એકલામાં જ જોજો…

બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કરતી રહે છે. જે તેમનાં ચાહકો માટે કોઇ નવી વાત નથી. તાજેતરમાં જ ઇશા ગુપ્તાએ ફરી એક વખત પોતાનો બોલ્ડ ફોટો શેર કર્યો છે, જે જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ઇશાએ આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ફોટામાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ઇશાએ બ્લેક ફુલ સ્લીવ્ઝ ફીટ ટોપ પહેર્યો છે અને તેની સાથે બ્લેક હાય ની બૂટ પહેરેલી જોવા મળી રહી છે.

તે પલંગ પર પડેલી છે તેના ટોન પગ ફ્લન્ટ કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હું ઇચ્છતી હતી કે ક્વોરેન્ટાઇન આના જેવો દેખાય.’ ઇશાના આ ફોટાને તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. કોમેન્ટ બોક્સમાં ચાહકો ઇશાના ખુબ વખાણ કરી રહ્યા છે. જે ખુબ જ સારી વાત છે.

કેટલાક ચાહકોનું કહેવું છે કે તે ફોટામાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે, જ્યારે કેટલાક ચાહકો કહે છે કે ઇશા ખૂબ જ સુંદર લાગી રહી છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે ઇશાએ તેની બોલ્ડ તસવીરો શેર કરી છે. તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ આવા બોલ્ડ ફોટાથી ભરેલું છે. જે એકદમ સાચી વાત છે.

લોકદાઉનને કારણે ઘણા લોકોના માનસિક આરોગ્યને અસર થઈ છે એ સાચી વાત છે. કેટલાક કોમળ પ્રકૃતિ ધરાવતા લોકો માનસિક સ્વસ્થતા ગુમાવે એ શક્ય છે. અહીં અભિનેત્રી ઈશા ગુપ્તા કહે છે, ‘ડિપ્રેશન એક એવી અવસ્થા છે જે કોઈ પણ વ્યક્તિએ જીવનના કોઈ પણ તબક્કે અનુભવી જ હોય છે. આથી તેને સ્વીકારવી અને તે અંગે વાતો કરવી ઘણી મહત્ત્વની છે,’ એમ તેણે ઉમેર્યું છે. તમને ખબર નહીં પડે કે કઈ વ્યક્તિ કયા તબક્કામાંથી પસાર થઈ રહી છે. હું માનું છું કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ડિપ્રેશનનો અનુભવ કરે છે. તેની સાથે કોઈ ચિહ્નો સંકળાયેલાં છે કે કેમ તે જાણવાને બદલે આપણે લોકોને મદદ કરવા આગળ આવવું જોઈએ’ એમ તેમણે કહ્યું.

 

View this post on Instagram

 

A post shared by Esha Guupta (@egupta)

આ અભિનેત્રી અનુભવે છે કે કેટલાક લોકો કેટલીક વેળા એવા ડિપ્રેશનનો સામનો કરે છે કે તેમની વર્તણૂક સુધ્ધાં તોછડાઈ જાય છે. ‘એ બીજી વ્યક્તિની બાબત છે કે એ સામી વ્યક્તિ પર કરુણા દાખવે. તમારી એ વ્હાલી વ્યક્તિ સાથે તમે વાતચીત કરતા રહો’ એમ તેમણે જણાવ્યું.

 

View this post on Instagram

 

A post shared by Esha Guupta (@egupta)

આ ૩૪ વર્ષની અભિનેત્રી તેની સાથે તાજેતરમાં બનેલા બનાવને યાદ કરતાં કહે છે, જેનો સંદર્ભ માનસિક સ્વાસ્થ્ય સાથે છે. ‘એક નિકટનો મિત્ર અપસેટ હોય છે અને મને કહે છે, ‘ઈશા, હું માંદી વ્યક્તિ છું અને લોકો મને કહે છે નેગેટિવ નહીં બન, નેગેટિવ નહીં વિચાર, પોઝિટિવ રહે.’ તે દિવસે મને એ વાતની ખાતરી થઈ કે એ છેક ક્યાંથી આવ્યો હતો,’ એમ તે ઉમેરે છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Guupta (@egupta)

ઈશા ગુપ્તા તેને કહે છે, ‘મારા પણ ખરાબ દિવસો પસાર થઈ રહ્યા છે. પ્રારંભમાં જ્યારે હું કોઈ પણ કામની શરૂઆત કરતી તો કદીય સારી રીતે પૂરું થતું નહીં, પણ દરેક વખતે હું તેનો મુકાબલો કરતી અને અંતે હું તેને પાર પાડતી.’ આ અભિનેત્રીએ માનસિક આરોગ્યને લગતી કોઈ સમસ્યા ધરાવતા હોય તેમને મદદરૂપ બનવા માટે સમયબધ્ધ પહેલનું આયોજન કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Guupta (@egupta)

આ તબક્કે તે એની કોઈ વિગતો જાહેર કરવા નથી માગતી. સલાહ આપતાં તે કહે છે, ‘જે કામ તમને આનંદ સાથે એવાં કામો કરો અને સ્ક્રીન જોવાના સમયમાં ઘટાડો કરો.’ તેણે માનસિક આરોગ્ય માટે યોગ અને મેડિટેશન કરવાની પણ સલાહ આપી. પોતાના પરિવાર અને મિત્રો સિવાય તેને એક બિઝનેસમેન સાથે મિત્રતા હતી, જે સમજુ હતો. ‘એ મારા મૂડને સહન કરી લેતો અને હું તેમને પરેશાન કરી આનંદ માણતી,’ એવું તેઓ કહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *