સમાચાર

પાકિસ્તાનથી આવી રહી છે માવઠારૂપી આફત! આ વિસ્તારમાં ફરી આવશે વરસાદ

પાકિસ્તાનથી આવી રહી છે માવઠારૂપી આફત! નવું વર્ષ કદાચ નવી આફત લઇને આવી રહ્યું છે કેમકે વર્ષની શરૂઆત જ આફત લઇને આવશે તેવી આગાહી કરવામાં આવી છે.. આ આગાહી કરી છે હવામાન વિભાગે.

હવામાન વિભાગે આગામી પાંચમી જાન્યુઆરીએ બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ થવાની શક્યતા વ્યકત કરી છે ઉત્તર-પૂર્વિય પાકિસ્તાનમાં નબળું વેસ્ટર્ન ડિસ્ટબન્સથી વાતાવરણ પલટો આવી શકે છે તો શનિવારે જ આ વાતના એંધાણ વર્તાયા જેમાં ઉત્તર ગુજરાતમાં શનિવારે આકાશ વાદળછાયું રહ્યું.

તાપમાનમાં અનિયમિતતા જોવા મળી  ડીસામાં ઠંડી વધી ગઇ હતી જ્યારે બાકીના 4 શહેરોમાં ઠંડી 1 ડિગ્રી સુધી ઘટી તો આગામી સપ્તાહમાં ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ તોળાયું રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર-પૂર્વિય પાકિસ્તાનમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું.

જેની અસર ઉત્તર ગુજરાત સાથે કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારો પર થઇ રહી છે. આગામી 6-7 જાન્યુઆરીએ વાતાવરણ વાદળછાયું બને તેવી શક્યતા હોવાના કારણે આગામી 4 દિવસમાં ઠંડીનું જોર 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. તો 5 જાન્યુઆરીએ  અને ત્યાબાદ વાતાવરણમાં આવનાર પલટાથી કમોસમી વરસાદની શક્યતા સર્જાઇ રહી છે.

બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં એટલે કે  26% થી 50% વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે તો આગામી તા.7 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાતમાં ચોમાસા જેવી સ્થિતિ બની શકે છે. 5 શહેરોનું તાપમાન શહેર ડિગ્રી મહેસાણા 13.3(+0.6) પાટણ 13.4(+0.8) ડીસા 11.6(-0.4) ઇડર 13.3(+1.0) મોડાસા 15.0(+1.0).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *