જડમુળથી દૂર થશે ઉધરસ, નારંગીમાં ઉમેરો બસ આ એક વસ્તુ અને પછી કરો સેવન

શિયાળામાં શરદી અને ઉધરસ એક એવી સમસ્યા હોય છે. જે મોટાથી લઇને નાના બાળકોને પરેશાન કરી શકે છે. શરદીથી ગળામાં બળતરા અને છાતીમાં બળતરા તેમજ દુખાવો અને કફ જામવા જેવી સમસ્યા થતી હોય છે. જેનાથી સ્વાસ્થ્યને ખૂબ નુકસાન થતું હોય છે. કેટલીક વખત શરદી થવાથી ચિડિયાપણુ અને બેચેની જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે.

શિયાળામાં ક્યારેક તો ઉધરસ થવી એક સામાન્ય સમસ્યા હોય છે. પરંતુ સતત ઉધરસ થતી હોય તો સ્વાસ્થ્યને લગતા અનેક નુકસાન થવા લાગે છે. ઉધરસની અનેક પ્રકારની દવા અને કફ સિરપ પીવાથી તમને કોઇ નુકસાન થતું નથી. તો આજે અમે તમારા માટે એવો જ ઉપાય લઇને આવ્યા છીએ જેની મદદથી તમે ચપટીમાં ઉધરસને દૂર કરી શકો છો.

એક નારંગીના ઉપયોગથી તમે ઉધરસને ચપટીમાં દૂર કરી શકો છે. નારંગીમાં વિપુલ પ્રમાણમાં વિટામીન સી રહેલું હોય છે. વિટામીનમાં પેક્ટિન નામનું એન્ટી ઓક્સીડેન્ટ પણ રહેલું હોય છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરી દે છે. તો ચાલો જાણીએ આ ઋતુમાં કેવી રીતે નારંગીથી એક ચપટીમાં ઉધરસને દૂર કરી શકાય છે.

ઉધરસ માટે આ રીતે કરો નારંગીનો ઉપયોગ: એક બાઉલમાં થોડૂંક પાણી અને મીઠું લઇને મિક્સ કરી દો. હવે આ પાણીમાં એક નારંગી લઈને લગભગ અડધો કલાક માટે પલાળીને રાખો. તે બાદ નારંગીને પાણીમાંથી કાઢીને તેના ઉપરના ભાગને ટોપીની જેમ કરી નાખો અને ત્યારબાદ નારંગીના ઉપરના ભાગમાં કાણા પાડી દો. હવે આ કાણામાં થોડૂંક મીઠું નાખી અને નારંગીને સમારેલા ભાગને ઢાંકીને સ્ટીમ કરી લો. નારંગીને ૧૦-૨૦ મિનિટ સુધી સ્ટીમ કરી નાખો, તે બાદ તેને ગરમા ગરમ ખાઓ.

ઉધરસ માટે ફાયદાકારક નારંગીને વધારે તાપમાન પર પાકવા દેવાથી વિટામીન સીનું પ્રમાણ ઓછું થઇ જતું હોય છે અને નારંગીમાં રહેલા એલ્બિડોમાં રહેલા તત્વ ઉધરસને ઓછી કરવામાં ખુબ મદદ કરે છે. આ રીતે નારંગીને પકવવાથી બાયોફ્લેવોનોઇડ છાલથી પલ્પમાં ભળી જાય છે અને ઉધરસ પેદા કરનાર બેક્ટેરિયાનો નાશ કરી નાખે છે.

Leave a Reply

Your email address will not be published.