બોલિવૂડ

જાહ્નવી કપૂરની વર્કઆઉટ કરતી વખતે થઇ ગઈ એવી હાલત કે…

જાહ્નવી કપૂર પોતાને ફીટ રાખવા માટે ઘણી કસરત કરે છે. તે ઘણીવાર જીમમાં જતા પણ જોવા મળે છે. બધા સ્ટારોના સુંદર શરીરને જોઈને, આપણે કહીએ છીએ કે આપણને પણ તેમના જેવું શરીર બનાવું છે , પરંતુ તેની પાછળની મહેનત વિશે આપણે જાણતા નથી. પોતાને ફીટ રાખવા માટે સ્ટાર્સ સખત મહેનત કરે છે. કેટલીકવાર તેઓ તેનાથી કંટાળી પણ જાય છે. હવે જાહ્નવીનો આ વીડિયો જોઈને તમને પણ આ અંગે ખાતરી થઈ જશે.

વીડિયોમાં તમે જોશો કે વર્કઆઉટ કરતી વખતે જાહ્નવીની હાલત બગડે છે. ત્યારબાદ તે પોતાની જાતને સંભાળવા માટે તે શીલા કી જવાની ગીત ગાય છે. આ જોઈને તેનો ટ્રેનર પણ હસવા લાગે છે. આ પછી, જાહ્નવી પીડા અને થાક સાથે નીચે બેસે છે. વીડિયોમાં તમને જાહ્નવીની ક્યુટનેસ સાથે પણ પ્રેમ થઈ જશે.

માલદીવમાં જાહ્નવી એ બતાવ્યો પોતાનો બોલ્ડ અવતાર. જાહ્નવી તાજેતરમાં જ તેના મિત્રો સાથે માલદીવ ગઈ હતી. કામથી વિરામ લઈને તેણે ત્યાંના મિત્રો સાથે ખૂબ મસ્તી કરી. આ સિવાય જાહ્નવીનો બોલ્ડ અવતાર પણ આ સમયગાળા દરમિયાન ચર્ચામાં રહ્યો હતો. સિલ્વર શિમર બિકિનીથી લઈને પ્રિન્ટેડ આઉટફિટ્સ સુધી, જાહ્નવીની આ હોટ સ્ટાઇલથી ચાહકો ખૂબ પ્રભાવિત થયા હતા. જાહ્નવીની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તે છેલ્લી ફિલ્મ રૂહીમાં જોવા મળી હતી.

આ ફિલ્મમાં જાહ્નવી સાથે રાજકુમાર રાવ અને વરૂણ શર્મા મુખ્ય ભૂમિકામાં હતાં. આ હોરર કોમેડી ફિલ્મમાં જાહ્નવીના પાત્ર ખૂબ પસંદ કરવામાં આવ્યું. મૂવી થિયેટરમાં રજૂ કરાઈ હતી. હવે જાહ્નવી ફિલ્મ ગુડલક જેરીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક પંજાબી છોકરીની ભૂમિકામાં જોવા મળશે. થોડા દિવસો પહેલા આ ફિલ્મના તેના લુકની એક તસવીર પણ સામે આવી હતી જેમાં તે એકદમ સિમ્પલ લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જોકે કોવિડને કારણે આ ફિલ્મનું શૂટિંગ બંધ થઈ ગયું છે. તે દોસ્તાના ૨ માં કાર્તિક સાથે જોવા મળી. જાહ્નવીની સાથે આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને લક્ષ્ય પણ જોવા મળશે. લક્ષ્યા આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે અગાઉના ભાગમાં જ્હોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં હતા.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

આ ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે કે સ્ક્રિપ્ટોમાં કેટલાક ફેરફારને કારણે ફિલ્મનું શૂટિંગ મોડું થઈ રહ્યું છે. આ સિવાય કોવિડને કારણે ફિલ્મના શૂટિંગ ફરીથી શરૂ કરવામાં મોડું થઈ રહ્યું છે. ફિલ્મ બનાવનારાઓ ટીમની સલામતીને જોખમમાં મૂકવા માંગતા નથી. તેથી હાલ માં ફિલ્મ નું શુટિંગ બંધ છે.

 

View this post on Instagram

 

A post shared by Tony Wick (@tonywick_sharma)

જાન્હવી કપૂરનો જન્મ ૬ માર્ચ ૧૯૯૭ ના રોજ અભિનેત્રી શ્રીદેવી અને ફિલ્મના નિર્માતા બોની કપૂરને ત્યાં થયો હતો. તેની એક નાની બહેન, ખુશી અને બે સૌતેલા ભાઇ અભિનેતા અર્જુન કપૂર અને અંશુલા કપૂર છે. તે અભિનેતા અનિલ કપૂર અને સંજય કપૂરની ભત્રીજી છે. તે મુંબઇની ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ભણી હતી. ફિલ્મની શરૂઆત પહેલા, તેણે કેલિફોર્નિયામાં લી સ્ટ્રેસબર્ગ થિયેટર અને ફિલ્મ સંસ્થામાંથી અભિનયનો અભ્યાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *