જામનગરમાં ફેમસ ગનીભાઈની દાળવડી ફક્ત 10 રૂપિયામાં જ મળે છે અને માત્ર 2 કલાકમાં તો ખત્મ થઇ જાય છે, લાગે છે લાંબી લાઈન

આપણા ગુજરાતીઓ તીખું અને ચટાકેદાર ખાવાના ખૂબ શોખીન હોય છે. સમોસા, કચોરી, મેથીના ગોટા, ફાફડા-ગાંઠિયા જેવા ફરસાણ સામાન્ય રીતે નાસ્તામાં લેવાનું પ્રીફર કરતા હોય છે. ખૂબ જ જ ચાહ થી તેઓ આ નાસ્તો ખાય છે. તેમાં પણ જો કઈક અલગ, યુનિક નાસ્તો મળી જાય તો વાત જ શું કરવી.ફરસાણની વાત કરીએ તો તમે દાળવળા નામ તો સાંભળ્યું જ હશે પરંતુ તે જ પ્રકારની એક નવી આઈટમ દાળવડી નામ સાંભળ્યું છે?? દાળવડી શું હોય છે તે આપણે આ આર્ટિકલમાં જાણીશું.

જો તમે પણ કંઈક અલગ અને યુનિક ખાવાના શોખિન હોવ તો જરૂરથી આ ફૂડ આર્ટીકલ વાંચજો. દાળવડી કેવી રીતે બનાવવામાં આવે છે સૌપ્રથમ જરૂરિયાત પ્રમાણે ચણાની દાળને પલાળી રાખવામાં આવે છે. ત્યારબાદ ચણાની દાળ બરોબર પડી ગયા બાદ તેને મિક્સરમાં થોડી અધકચરી ક્રશ કરી લેવી. ત્યારબાદ તેમાં જરૂર મુજબ મીઠું, આદુ-મરચા-લસણની પેસ્ટ, ડુંગળી તેમજ જરૂરિયાત પ્રમાણે અન્ય મસાલા નાખીને તેને બરોબર મિક્સ કરી લેવું. ત્યારબાદ એક મોટી પેણી લઈને તેમાં તેલ ને ગરમ કરવા મૂકો. તેલ બરાબર ગરમ થઇ ગયા બાદ મિક્સ કરેલા મિશ્રણના હાથ વડે નાના લુવા બનાવીને તેલમાં એકદમ ક્રિસ્પી તળી લેવું.

ત્યારબાદ એક ડીશ લઇ ફ્રાય કરેલી ચાર પાંચ દાળવડી લઈને તેના પર લસણની લાલ મરચાની ચટણી, લીલી ચટણી ખજૂર અને ગોળ આમલીની ચટણી સ્પ્રેડ કરો.અને સર્વ કરો. તો તૈયાર છે તમારી દાળવડી. આમ તો તમે કેટલી જગ્યાએ દાળવડી ખાધી હશે પરંતુ જામનગરમાં મળતી ગનીભાઇની દાળવડી ખૂબ જ ફેમસ છે. જામનગરના લોકો સ્પેશિયલ ગનીભાઇ ની દાળવડી ખાવા માટે આવે છે.લગભગ બે કલાકની અંદર જ બધું પૂરું થઈ જાય છે. દાળવડી ખાવા માટે અહીં લોકોની લાઈન લાગે છે.

ગનીભાઇ સાથેની વાતચીતમાં ગનીભાઇ જણાવ્યું હતું કે લગભગ ૧૭ થી ૧૮ વર્ષ પહેલા તેમને આ દાળવડી વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. સૌથી પહેલા તેઓ એક હોટલમાં નોકરી કરતા હતા. પરંતુ પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેઓએ પોતાનો સ્વતંત્ર ધંધો ચાલુ કર્યો અને દાળવડી બનાવવાનું ચાલુ કર્યું. જ્યારે તેમને આનો ધંધો શરૂ કર્યો ત્યારે સૌપ્રથમ અડધો કિલો જ ચણાની દાળ પલાળતા હતા અત્યારે તેઓ આઠ કિલો દાળ પલાળે છે અને દાળવડી બનાવે છે.

અહીં તમે માત્ર દસ જ રૂપિયામાં દાળવડી ખાવા મળશે. જે આજના જમાનામાં ખૂબ જ સસ્તું કહેવાય. ગનીભાઇ જણાવે છે કે તેમની લારી પર મોટા થી લઈને નાના માણસો પણ આવે છે. આથી ઓછા પૈસામાં નાના માણસોને ખવડાવવાથી જે સંતોષ મળે છે તે સૌથી મોટું પુણ્ય છે આથી તેઓ ખૂબ જ ઓછા પૈસામાં લોકોને હોશે હોશે દાળવડી ખવડાવે છે.

આ દાળવડી ટેસ્ટમાં એકદમ સ્પાઈસી અને ક્રચી હોય છે. જે લોકોને યુનિટ ટ્રાય કરવાનું ગમતું હોય તે લોકોએ અવશ્ય જામનગરમાં ગનીભાઇ ની દાળવડી ખાવી જોઈએ. ખૂબ જ મજા આવશે. જો તમે પણ જામનગરના હોવ અને જામનગર જવાનું પ્લાન કરતા હોય તો અવશ્ય ગનીભાઇ ની દાળ વળી ટ્રાય કરજો તો ચાલો નોંધી લો સરનામું. Mo 9033803200 5 pm to 7 pm રેલવે સ્ટેશન રોડ, ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટ,જામનગર ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *